નેશનલ

પહલગામ હુમલા મુદ્દે ભારતના એક્શનથી પાકિસ્તાનની ઊંઘ હરામઃ રશિયા-ચીનને કરી આવી આજીજી

નવી દિલ્હી: પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam terrorist Attack) પછાળ ભારતે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે, આરોપ મુજબ સીમા પારથી ઘુસેલા આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો. પાકિસ્તાને આ આરોપો નકારી કાઢ્યા છે.

એવામાં પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ (Khawaja Asif)એ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં રશિયા, ચીન અને અન્ય પશ્ચિમી દેશો પહેલગામ આતંકવાદી હુમલાની તપાસમાં જોડાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમને કહ્યું કે આવી તપાસથી જાણી શકાશે કે ભારત સત્ય બોલી રહ્યું છે કે નહીં.

ખ્વાજા આસિફે રશિયન સરકાર હેઠળની સમાચાર એજન્સી RIA નોવોસ્ટીને જણાવ્યું હતું કે, “મને લાગે છે કે રશિયા, ચીન અથવા તો પશ્ચિમી દેશો પણ આ કટોકટીમાં ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે અને તેઓ એક તપાસ ટીમ પણ બનાવી શકે છે, જેને આ હુમલાની તાપસનું કામ સોંપવામાં આવે. જેથી ભારત કે મોદી જૂઠું બોલી રહ્યા છે કે સાચું બોલી રહ્યા છે તેની તપાસ થઇ શકે. એક આંતરરાષ્ટ્રીય ટીમને તપાસ કરવા દો.”

આપણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલો: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પીડિતો માટે પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી

પાકિસ્તાનના વડા પ્રધાને આપ્યું સમર્થન:

ખ્વાજા આસિફે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે પણ આંતરરાષ્ટ્રીય તપાસના વિચારને સમર્થન આપ્યું. આ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોય તો પુરાવા રજુ કરવામાં આવે.

ખ્વાજા આસિફે કહ્યું, “તપાસ થવી જોઈએ કે ભારતમાં, કાશ્મીરમાં બનેલી ઘટનાના ગુનેગાર કોણ છે, વાતો કે ખાલી નિવેદનોનો કોઈ મતલબ નથી. એવા પુરાવા આપવા જોઈએ કે આ હુમલામાં પાકિસ્તાન સંડોવાયેલું છે અથવા આ લોકોને પાકિસ્તાન દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. આ ફક્ત નિવેદનો છે, ખાલી નિવેદનો અને બીજું કંઈ નથી.”

અહેવાલ મુજબ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ પહેલગામ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. TRF પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાની એક શાખા માનવામાં આવે છે.

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક ન્યૂઝ ચેનલ સાથેના ઈન્ટરવ્યુંમાં કહ્યું કે અમે લગભગ ત્રણ દાયકાથી યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રિટન સહિત પશ્ચિમી દેશો માટે આતંકવાદને સમર્થન આપવાનું આ ગંદુ કામ કરી રહ્યા હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button