નેશનલ

પાકિસ્તાનમાં બળવાના એંધાણ, ઝરદારીને હટાવી આસીમ મુનીર બની શકે છે નવા રાષ્ટ્રપતિ…

લાહોર, પાકિસ્તાનઃ પાકિસ્તાનથી મોટા સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાની મીડિયા પ્રમાણે દેશમાં ટૂંક સમયમાં બળવો થઈ શકે છે અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને તેમના પદ પરથી હટાવી શકાય છે. 47 વર્ષ પહેલા પાકિસ્તાનમાં ઝિયા ઉલ હકે જુલાઈ મહિનામાં જ બળવો કર્યો હતો. આવી સ્થિતિમાં ગઈકાલથી પાકિસ્તાનમાં ફરીથી બળવાનો નવો ભય શરૂ થયો છે. પાકિસ્તાની મીડિયા પ્રમાણે રાષ્ટ્રપતિ ઝરદારીને હટાવી શકાય છે અને તેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ચીફ માર્શલ અસીમ મુનીર પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ બની શકે છે. જોકે, પાકિસ્તાનમાં બળવાનો વિરોધ શરૂ થઈ ગયો છે.

શું ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પોતે રાષ્ટ્રપતિ બનવાના છે?
પાકિસ્તાનની હાલત અત્યારે ખૂબ જ ખરાબ ચાલી રહી છે. આતંરરાષ્ટ્રીય સ્તરે તો બદનામી થઈ જ છે. પરંતુ હવે તો આંતરીક વિવાદ પણ શરૂ થયો છે. આસિફ અલી ઝરદારી જે અત્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ આસીમ મુનીર જે ચાલાકી કરી રહ્યાં છે અને આસિફ અલી ઝરદારીને હટાવવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. હવે પ્રશ્ને એ થઈ રહ્યો છે કે, શું શરીફનો પરિવાર પણ આ યોજનામાં સામેલ છે? જો ઝરદારી રાષ્ટ્રપતિ પદ છોડવા માટે સંમત થાય છે, તો શું ફિલ્ડ માર્શલ પોતે રાષ્ટ્રપતિ બનશે? આવા ઘણા પ્રશ્નો છે જેના જવાબ ટૂંક સમયમાં મળી જશે. પાકિસ્તાનના લોકો ખરેખર સત્તાથી કંટાળી ગઈ છે. પાકિસ્તાની સરકાર પરથી આવામને હવે ભરોષો ઓછો થવા લાગ્યો છે.

બિલાવલ ભુટ્ટોના નિવેદનથી પાકિસ્તાનમાં હડકંપ
મહત્વની વાત એ છેકે, અસીમ મુનીર સામે બિલાવલ ભુટ્ટો વિરોધ કરી રહ્યાં છે. બિલાવલે એક વિદેશી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને ભારતને સોંપવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ. બિલાવલના આ નિવેદન બાદ પાકિસ્તાનમાં હોબાળો શરૂ થઈ ગયો છે અને હાફિઝ સઈદના પુત્રએ સ્પષ્ટતા આપવા માટે આગળ આવ્યા છે. જ્યારથી પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિને હટાવવા પ્રયાસો શરૂ થઈ ગયા છે. હવે પાકિસ્તાનના રાજકીય સમીકરણો બદલાવા લાગ્યા છે. જુલાઈ મહિનામાં પાકિસ્તાનને એક નવો સઅથવા પાકિસ્તાનના રસ્તાઓ પર ફરીથી લોહી વહેશે?

અત્યારે પાકિસ્તાન એવી સ્થિતિમાં છે કે, પાકિસ્તાની નેતાઓને હવે ફક્ત ભારત પાસેથી જ આશા છે! આખરે શા માટે વારંવાર પાકિસ્તાનમાં સત્તાધારીઓ વિવાદમાં આવે છે. પાકિસ્તાનની જનતા મોસમ કરતા વધારે તો સત્તાને બદલતા જુએ છે. તેમાં પણ ખાસ તો મોટા ભાગે પાકિસ્તાનમાં સેનાનું શાસન રહેતું હોય છે. અત્યારે પણ તે પ્રકારે બળવો થઈ રહ્યો છે તેને જોતા ચીફ માર્શલ અસીમ મુનીર પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ બનશે તેવા એંધાર્ણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button