નેશનલ

શ્રીનગરમાં કોઈ વિસ્ફોટ નથી થયો, નાગરોટામાં પણ કોઈ હુમલો નહીં: સેના અધિકારી

નવી દિલ્હી: શનિવારે રાત્રે પાકિસ્તાનએ યુદ્ધવિરાનું ઉલંઘન કર્યું હતું. એવામાં ભારતીય સેના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે શ્રીનગરમાં કોઈ વિસ્ફોટ થયો નથી. ઉપરાંત, LoC પર હવે કોઈ ગોળીબાર નથી થઇ રહી. જોકે, થોડા સમય પહેલા ગોળીબાર થયો હતો.

એક અહેવાલ મુજબ સૈન્ય અધિકારી જણાવ્યું કે કે ડ્રોન આવ્યા હતા પરંતુ તેમાંથી મોટાભાગના પાછા ચાલ્યા ગયા. બારામુલ્લા કે ઉત્તર કાશ્મીરમાં કોઈ ગોળીબાર નથી થઈ રહ્યો. ડ્રોન પણ જોવા મળ્યા નથી. સાવચેતીના પગલા તરીકે, ઉત્તર કાશ્મીરમાં તમામ સ્થળોએ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો

વહીવટીતંત્રે એ પણ સ્પષ્ટતા કરી છે કે અમૃતસરમાં એરબેઝ પર કોઈ હુમલો થયો નથી.

જમ્મુ અને કાશ્મીરના નાગરોટામાં આતંકવાદી હુમલા અહેવાલ વહેતા થયા હતાં. સંરક્ષણ અધિકારીઓ તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. અહેવાલ મુજબ નાગરોટામાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. જોકે આ અંગે કોઈ પુષ્ટિ થઇ નથી.

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના ફેક્ટ ચેકિંગ યુનિટે આતંકવાદીઓ નાગરોટામાં લોકોના શિરચ્છેદ કરતા હોવાના દાવાઓને ખોટા ઠેરવ્યા છે.

PIB એ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આતંકવાદીઓ #નાગરોટામાં આર્મી ડ્રેસમાં આવ્યા હતા અને બે શિરચ્છેદ થયા છે. આ દાવો ખોટો છે.”

ભારત સાથે યુદ્ધ વિરામના કરાર કર્યા બાદ ફરી ગયેલા પાકિસ્તાને શ્રીનગર પર ડ્રોનથી હુમલો કર્યા ની માહિતી મળી હતી. જોકે હાલમાં મળેલી માહિતી અનુસાર શ્રીનગરમાં શાંતિનો માહોલ છે. સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર લોકોએ કોઈ પણ જાતના ભયમાં રહેવાની જરૂર નથી આ સાથે જે બ્લેકઆઉટ હતું એ રદ કરાયું છે અને હાલમાં શ્રીનગર માં વીજળી ફરી કાર્યરત થતા લોકોએ અને તંત્ર તેમજ સુરક્ષા એજન્સીઓ થોડી રાહત અનુભવી છે. પાકિસ્તાને યુદ્ધ વિરામ નો ભંગ કરી શ્રીનગર સહિત દેશના ઘણા ભાગોમાં ડ્રોન દ્વારા ફરી હુમલા કર્યા હતા. જોકે ભારતની સુરક્ષા એજન્સીઓએ મોટાભાગના ડ્રોનહુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. જો કે પાકિસ્તાન એ કરેલી નાપાક હરકત બાદ ભારતીય સેના વધુ સતર્ક થઈ ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button