ઇન્ટરનેશનલનેશનલ

પાકિસ્તાનને ભારતનો ડર; શરીફ સરકાર સંરક્ષણ બજેટમાં કરોડો રૂપિયાનો વધારો કરશે

નવી દિલ્હી: હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે, ભારત પાકિસ્તાન પર લશ્કરી કાર્યવાહી કરે તેવી પૂરી શક્યતા છે. બીજી તરફ પાકિસ્તાને પણ લશ્કરી ગતિવિધિઓ વધારી લીધી છે, એવામાં ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થઇ રહેલા પાકિસ્તાનની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, ભારત સાથેના તણાવને કારણે પાકિસ્તાનની ગઠબંધન સરકારે આગામી બજેટમાં સંરક્ષણ ખર્ચમાં તોતિંગ વધારો કરવાનો નિર્ણય (Pakistan to increase defense budget) કયો છે.

અહેવાલ મુજબ પાકિસ્તાનની સરકારે સંરક્ષણ બજેટમાં 18 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે પાકિસ્તાન સંરક્ષણ ક્ષત્રે 2,500 અબજ રૂપિયાથી વધુ ખર્ચ કરશે. પાકિસ્તાનમાં 1 જુલાઈથી નવું નાણાકીય છે વર્ષ શરુ થાય, એ પહેલા સરકાર આવતા મહિનાના પહેલા અઠવાડિયામાં વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

આપણ વાંચો: ભારત અને પાકિસ્તાનના તનાવ વચ્ચે તુર્કીનું નેવલશીપ કરાચી પોર્ટ પહોંચ્યું!

PPP અને PML-Nના નેતાઓની બેઠક:

અહેવાલ મુજબ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે સોમવારે બજેટ બાબતોની ચર્ચા કરવા માટે વડા પ્રધાન શેહબાઝ શરીફ અને તેમની આર્થિક બાબતોની ટીમ સાથે મુલાકાત કરી હતી. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ની આગેવાની હેઠળની સરકારમાં PPP મુખ્ય ઘટક પક્ષ છે.

એક અખબારે સૂત્રોને ટાંકીને જણાવ્યું કે ભારત સાથે તાજેતરમાં વધેલા તણાવને કારણે સંરક્ષણ બજેટમાં વધારો કરવા માટે PML-N અને PPP વચ્ચે કરાર થયો છે. અહેવાલ મુજબ પાકિસ્તાનનું અગામી બજેટ 17,500 અબજ રૂપિયાનું હશે, જેમાં સંરક્ષણ ખર્ચમાં 18 ટકાનો વધારો કરવા સંમતિ મળી ચુકી છે.

આપણ વાંચો: ‘ભારત અને પાકિસ્તાને ભવિષ્ય વિષે વિચારવું જોઈએ….’, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું નિવેદન

PPPએ વર્તમાન સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને સંરક્ષણ બજેટમાં 18 ટકાનો વધારો કરીને 2,500 અબજ રૂપિયાથી વધુ કરવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે.

ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માં, સરકારે સંરક્ષણ ખર્ચ માટે 2,122 અબજ રૂપિયા ફાળવ્યા છે, જે પાછલા નાણાકીય વર્ષ 2023-24 માટેના 1,804 અબજ રૂપિયાના સંરક્ષણ બજેટ કરતાં 14.98 ટકા વધુ છે. પાકિસ્તાનના દેવાની ચુકવણી બાદ સૌથી વધુ ખર્ચ સંરક્ષણ માટે કરે છે. ચાલુ વર્ષમાં, દેવાની ચુકવણી માટે ફાળવવામાં આવેલા 9,700 અબજ રૂપિયા દેશનો સૌથી મોટો ખર્ચ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button