પાકિસ્તાનમાં બળવોઃ બલુચિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો, બેંકોમાં આગચંપી મુંબઈ સમાચાર

પાકિસ્તાનમાં બળવોઃ બલુચિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો, બેંકોમાં આગચંપી

લાહોરઃ પાકિસ્તાનમાં આતંકીઓએ હુમલાની વધુ એક ઘટના બની હતી. આતંકીઓ અશાંત દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાને નિશાન બનાવ્યું હતું. બંદૂકો અને રોકેટથી સજ્જ આતંકીઓએ પહેલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને બાદમાં બે બેંકમાં આગ લગાવી હતી.

પોલીસ અધિકારીઓ દ્વારા આતંકી હુમલા અંગે જાણકારી આપી હતી, જે મુજબ બલુચિસ્તાન પ્રાંતના મસ્તુંગ જિલ્લામાં થયેલા આતંકી હુમલા દરમિયાન હુમલાખોરોએ આમ આદમી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં એક યુવકનું મૃત્યુ થયું હતું. મોહમ્મદે કહ્યું કે, સુરક્ષાદળો સાથે અથડામણમાં કેટલાક આતંકવાદી પણ માર્યા ગયા હતા.

હુમલાખોરની શોધ માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી એક પણ ગ્રુપે હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ પ્રતિબંધિત બલુચ લિબરેશન આર્મી કે બીએલએ પર શંકા છે. આ ગ્રુપ અવારનવાર સુરક્ષા દળો સહિત આમ આદમી પર હુમલા કરે છે.

અમેરિકાએ 2019માં બીએલએના આતંકી સંગઠન જાહેર કર્યું હતું. બલૂચિસ્તાન લાંબા સમયથી અલગતાવાદી ગ્રુપોનું હિંસાનું કેન્દ્ર રહ્યું છે અને પાકિસ્તાનથી આઝાદીની માંગ કરી રહ્યું છે. આ પ્રાંત પાકિસ્તાન, તાલિબાન અને ઈસ્લામિક સ્ટેટ ગ્રુપ સાથે જોડાયેલા આતંકવાદીઓનો ગઢ માનવામાં આવે છે

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button