નેશનલ

શું અનંતનાગમાં હુમલો કરીને પાકિસ્તાને મોટી ભૂલ કરી?

હવે સતાવી રહ્યો છે હવાઈ હુમલાનો ડર

અનંતનાગ (જમ્મુ કાશ્મીર)ઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં દેશે સેનાના ત્રણ અધિકારીઓને ગુમાવ્યા છે. પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ હુમલાની જવાબદારી લીધી છે. ત્રણ જવાનોની શહીદી બાદ દેશમાં શોક અને આક્રોશ જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરથી લઈને દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને આતંકવાદીઓના પૂતળા દહન થઈ રહ્યા છે. ભારતીય સેના પણ આતંકીઓને ઘેરી લેવા માટે ફુલ પ્રૂફ પ્લાન સાથે ખીણમાં પ્રવેશી છે. અહેવાલ છે કે હુમલા સાથે જોડાયેલા લશ્કરના બંને આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. ઓપરેશન કોઈપણ સમયે સમાપ્ત થઈ શકે છે.

અનંતનાગ એન્કાઉન્ટરથી પાકિસ્તાન પણ ડરી ગયું છે. પાકિસ્તાન હવાઈ હુમલાથી ડરે છે. ગુપ્તચર એજન્સીઓને ટાંકીને સમાચાર છે કે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoK)માં કાર્યરત કેટલાક આતંકી કેમ્પોને પાછળ ખસેડવામાં આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ આતંકી કેમ્પોને LoC પાસેના લોન્ચ પેડ તરફ ખસેડવામાં આવ્યા છે.


ઈન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર એલઓસી નજીક પાકિસ્તાની આર્મી કેમ્પની નજીકના કેટલાક આતંકી કેમ્પને ખસેડવાની માહિતી મળી છે. નિષ્ણાતોનું કહેવું છે કે પાકિસ્તાની સેના દ્વારા આતંકવાદી કેમ્પને ખસેડવા પાછળનું સૌથી મોટું કારણ તેમને ભારતીય સેનાની કાર્યવાહીથી બચાવવાનું છે. શિફ્ટ કરાયેલા આતંકી કેમ્પોમાં કેટલાક કેમ્પ એવા છે જે એલઓસીથી થોડાક કિલોમીટર દૂર છે.

એવી માહિતી મળી છે કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI) જમ્મુ-કાશ્મીરમાં તેના આતંકવાદીઓને સુરક્ષા દળો પર મોટા હુમલાઓ કરવા દમાટે બાણ કરી રહી છે. ISIએ આ આતંકવાદી સંગઠનોને ચેતવણી આપી હતી કે જો તેઓ મોટા હુમલા કરવામાં સફળ નહીં થાય તો તેમને પાકિસ્તાન તરફથી મળતું ફંડિંગ બંધ કરી દેવામાં આવશે.


નિષ્ણાંતોનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ મોટા આતંકવાદી હુમલાના અભાવે ISI ચિંતિત છે. તેમની યોજનાઓમાં સફળ થઈ શકતી નથી. આવી સ્થિતિમાં, તેઓએ આતંકવાદીઓ પર દબાણ બનાવવાની રણનીતિ બનાવી છે અને તેમને હુમલા કરવા માટે ઉશ્કેરવાનું શરૂ કર્યું છે. આટલું જ નહીં, ISI ભારત-પાકિસ્તાન બોર્ડર પર નિયંત્રણ રેખા પરથી જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓને હથિયારો મોકલવાનો સતત પ્રયાસ કરી રહી છે.


નવી દિલ્હીમાં તાજેતરમાં જ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવેલી જી-20 સમિટથી પાકિસ્તાન નિરાશ છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે ભારતની મુલાકાત લીધી અને ઘણા કરારો પર હસ્તાક્ષર કર્યા છે. ક્રાઉન પ્રિન્સ ભારત બાદ પાકિસ્તાનની મુલાકાત લેવાના હતા, પરંતુ તેમણે તેમનો પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો હતો. આનાથી પાકિસ્તાનના ઘામાં મીઠુ ભભરાયું છે.


જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહાડી વિસ્તારના જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે ચાલી રહેલા ઓપરેશનમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડ્રોન સર્વેલન્સના આધારે, સુરક્ષા દળોએ આતંકવાદીઓના છુપાયેલા સ્થાન પર મોર્ટાર શેલ છોડ્યા છે. સુરક્ષા દળોએ વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લીધો છે. આતંકીઓને પકડવા માટેનું ઓપરેશન આજે પણ ચાલુ છે, ” એવી સૈન્ય અધિકારીએ માહિતી આપી છે. બુધવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ અધિકારીઓ અને એક જવાન શહીદ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button