નેશનલ

Jammu Kashmir માં પાકિસ્તાને ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, બીએસએફ જવાન ઘાયલ

અખનૂર : જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. તેવા સમયે પાકિસ્તાને ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં બુધવારે પાકિસ્તાની સેનાએ કોઈ કારણ વગર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં સીમા સુરક્ષા દળના જવાનો ઘાયલ થયા છે. જો કે ભારતીય જવાનોએ પણ પાકિસ્તાનના આ ગોળીબારનો જવાબ આપ્યો અને ગોળીબાર કર્યો.

નિયંત્રણ રેખા નજીક સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે

આ ઘટના અંગે બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લગભગ 02:35 વાગ્યે અખનૂર વિસ્તારમાં સરહદ પારથી ઉશ્કેરણી વિના ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે BSFએ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો. તેમણે માહિતી આપી છે કે સૈનિકોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને આંતરરાષ્ટ્રીય બોર્ડર અને એલઓસી એટલે કે નિયંત્રણ રેખા નજીક સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે.

ગયા વર્ષે પણ બીએસએફ જવાન શહીદ થયો હતો

ભારત અને પાકિસ્તાન વચ્ચે 25 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ યુદ્ધવિરામ કરારનું નવીકરણ કરવામાં આવ્યું હતું. જો કે, ગયા વર્ષે જ રામગઢ સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બીએસએફના એક જવાનનું મોત થયું હતું.

પહેલીવાર વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી 18 સપ્ટેમ્બરથી ત્રણ તબક્કામાં યોજાશે અને જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં 1 ઓક્ટોબરે મતદાન થશે. બીજા તબક્કાની ચૂંટણી 25 સપ્ટેમ્બરે યોજાશે અને મતગણતરી 08 ઓક્ટોબરે થશે. જમ્મુ-કાશ્મીરમાં એક દાયકાથી વધુ સમય બાદ પહેલીવાર વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button