ટોપ ન્યૂઝનેશનલ

પાકિસ્તાનની મોટી કબૂલાત, ભારત પર ચીનની પીએલ-15 મિસાઇલથી કર્યો હતો હુમલો

નવી દિલ્હીઃ પાકિસ્તાને ભારત પર હુમલા માટે ચીનના લાંબા અંતરની પીએલ-15 મિસાઇલનો ઉપયોગ કર્યો હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. પાકિસ્તાની વાયુસેનાએ જણાવ્યું, તેમણે ભારતે પાકિસ્તાન તથા પીઓકેમાં નવ આતંકી શિબિરને નાશ કર્યા બાદ જવાબ આપવા ચાઇનીઝ પીએલ-15 મિસાઇલનો ઉપયોગ કર્યો હતો.

આ કબૂલાત કોઈપણ દેશ દ્વારા પીએલ-15 મિસાઇલનો બે દેશ વચ્ચે તણાવમાં પ્રથમ વખત ઉપયોગ થયાની પુષ્ટિ કરે છે. ચીનની મિસાઈલનો આ પહેલા કોઈ યુદ્ધમાં ઉપયોગ થયો નહોતો. પીએલ 15 એક રડાર નિર્દેશિત, લાંબા અંતરની હવાથી હવામાં જ પ્રહાર કરતી મિસાઇલ છે. તેની મારક ક્ષમતા 200 કિમીથી વધારે છે અને તેને દુશ્મના વિમાનો માટે મોટો ખતરો માનવામાં આવે છે.

પાકિસ્તાનની કબૂલાત બાદ ગુરુવારે પંજાબના હોશિયારપુર અને બઠિંડા જિલ્લામાંથી મળેલો મિસાઇલન કાટમાળ પીએલ-15નો હોવાની શક્યતા છે. ભારતની મજબૂત સુરક્ષા સિસ્ટમે આ મિસાઇલને હવામાં જ તોડી પાડી હતી.

પીએલ-15 તેની ખાસ વિશેષતાઓ માટે જાણીતી છે અને તેને ભારતના ડીઆરડીઓ દ્વારા વિકસિત એસ્ટ્રા એર-ટુ-એર મિસાઇલ સાથે તુલના કરવામાં આવે છે. તાજેતરમાં ચીન દ્વારા તે પાકિસ્તાનને આપવામાં આવી હતી.. એક સંરક્ષણ વિશ્લેષકે જણાવ્યું હતું કે પીએલ-15 ખૂબ જ લાંબા અંતરની ચીની મિસાઇલ છે. તે ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે. કદાચ તેને પહેલી વાર છોડવામાં આવી હતી અને આપણા વૈજ્ઞાનિકો તેની લાક્ષણિકતાઓની તપાસ કરી રહ્યા છે.

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલો અને તેની બાદ ભારતે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનમાં આતંકી કેમ્પોનો નાશ કર્યો હતો. જેની બાદ પાકિસ્તાન સતત ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે. જેને એર ડિફેન્સ સિસ્ટમની મદદથી નાકામ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાને શુકવારે રાત્રે જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં ડ્રોન હુમલા કર્યા હતા. જેના લીધે સેનાએ જમ્મુમાં સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ સિસ્ટમ સક્રિય કરી દીધી છે.

આ દરમિયાન ભારતીય સેનાએ શ્રીનગર નજીક બે પાકિસ્તાની લડાકુ વિમાનોને તોડી પાડ્યા છે. 10 મેની રાતથી પાકિસ્તાન સેના દ્વારા ઘણા મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા છે. ભારતીય સેના આમાંથી મોટાભાગના મિસાઇલ હુમલાઓને હવામાં જ નિષ્ફળ બનાવી રહી છે. જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન પણ જોવા મળ્યા છે.

આ પણ વાંચો…ભારતના વિરાધ છતાં IMF એ પાકિસ્તાનની લોન મંજૂર કરી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button