
પાકિસ્તાન અને અફગાનિસ્તાન વચ્ચેની સીમા, જે અનેક વર્ષોથી અસ્થિરતાનું કેન્દ્ર રહી છે, તાજેતરમાં ફરી એક બંન્ને દેશો વચ્ચે લશ્કરી કાર્યવાહી થઈ હતી. આ લશ્કરી કાર્યવાહીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેની ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થઈ રહી છે.
પાકિસ્તાની સૈન્યના જણાવ્યા મુજબ, 11 અને 12 ઓક્ટોબરની મધ્યરાત્રિમાં અફગાન તાલિબાન અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) દ્વારા પાકિસ્તાની સીમા પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અફગાન તરફથી ગોળીબાર અને જમીની આક્રમણોનો કરાયા હતા.
જેના જવાબમાં પાકિસ્તાને 19 અફગાન સૈન્ય ચોકીઓ અને આતંકી અડ્ડાઓ પર કબજો કરી લીધો છે. પાક સૈન્યના અહેવાલ પ્રમાણે 23 પાકિસ્તાની સૈનિકો અને 200થી વધુ તાલિબાન સૈનિકોના મોત થયા છે, જ્યારે તાલિબાને જવાબી કાર્યવાહીમાં 58 પાકિસ્તાની સૈનિકોના મોત અને 30ને ઘાયલ કરવાનું જણાવ્યું છે.

તાલિબાન નેતૃત્વવાળી અફગાન સરકારના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાઓની પુષ્ટિ કરીને જણાવ્યું કે તેમની સેનાઓએ સફળ જવાબી કાર્યવાહી કરી છે. તાલિબાન પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે પાકિસ્તાનના અંગુર અડ્ડા, બાજૌર, કુર્રમ, દિર અને ચિત્રલ (ખૈબર પખ્તુનખ્વા પ્રાંત) તથા બરામચા (બલુચિસ્તાન)માં પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 20 પાકિસ્તાની ચોકીઓનો નાશ કરવામાં આવ્યો અને મોટી માત્રામાં હથિયારો તથા સૈન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે, જ્યારે અફગાન તરફથી 9 સૈનિકો માર્યા ગયા અને 16 ઘાયલ પણ થયા.

આ તીવ્ર ઝડપોને કારણે બંને દેશો વચ્ચેનો તણાવ વધુ વકર્યો છે, કારણ કે બંને પક્ષો એકબીજા પર સીમા ઉલ્લંઘન અને અચાનક હુમલાના આરોપો લગાવી રહ્યા છે. તાલિબાન મંત્રાલયે ચેતવણી આપી છે કે જો વિરોધી પક્ષે ફરી અફગાન સીમાનું ઉલ્લંઘન કર્યું તો તેમની સેનાઓ સંપૂર્ણ તૈયાર છે અને કડક જવાબ આપશે.
આ કાર્યવાહી અડધી રાત્રે કતાર અને સાઉદી અરબના અનુરોધ પર અટકાવવા આવ્યો હતો, જે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી આ સંઘર્ષને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
પાકિસ્તાની સૈન્યના દાવાઓ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, કારણ કે તેમની પ્રચાર મશીન ISPRએ અગાઉ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન અનેક ખોટા દાવાઓ કર્યા હતા. આ ઘટનામાં પાકિસ્તાને આ હુમલાને ‘કાયરતાપૂર્ણ કાર્યવાહી’ ગણાવી છે અને તેને આતંકીઓની નિમ્ન કક્ષાની યોજનાનો ભાગ ગણાવ્યો છે, જેનો હેતુ સીમા વિસ્તારોને અસ્થિર કરવાનો છે.
આ પણ વાંચો…તાલિબાની સેનાએ પાકિસ્તાનની અનેક ચોકીઓ પર કબજો કર્યો; ૧૨ સૈનિકોના મોતનો દાવો!