નેશનલ

પહલગામ હુમલાનો નવો વીડિયો વાયરલ, જોઈ લો ભયાનક નજારો!

જમ્મુ અને કાશ્મીરઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના અનેક ફોટો અને વીડિયો સામે આવ્યાં છે. અત્યારે તેનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આતંકવાદીઓ લોકોને ગોળી મારી રહ્યાં હોવાનું દેખાઈ રહ્યું છે. આ વીડિયો પહલગામમાં આવેલા એક પ્રવાસીઓ બનાવ્યો હતો. આ પ્રવાસી જ્યારે ઝિપ લાઈનનો આનંદ માણી રહ્યો હતો, ત્યારે આતંકવાદી હુમલો થયો હતો. જેથી ઘટના વીડિયોમાં કેદ થઈ હતી. આ પ્રવાસી આતંકવાદીના ઉપરથી પસાર થયો હતો પરંતુ તેને આ ઘટનાની કોઈ જાણ નહોતી.

Video Source: @AdityaRajKaul | X

ઝિપ લાઇન એડવેન્ચર કરી રહેલા પ્રવાસીને ઘટનાનો કોઈ જ ખ્યાલ નહોતો
પ્રવાસીએ ઉતારેલા આ વીડિયામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, આતંકવાદીઓ ગોળીબાર કરી રહ્યાં છે અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગી રહ્યાં હોય છે. વીડિયામાં ગોળીબારનો અવાજ પણ આવી રહ્યાં છે. ચોંકાવનારી વાત એ છે કે, ઝિપ લાઇન એડવેન્ચર કરી રહેલા પ્રવાસીને આ સમગ્ર ઘટનાનો ખ્યાલ નથી હોતો. તે તેનો વીડિયો બનાવવામાં વ્યસ્ત દેખાઈ રહ્યો છે. તેના કેમેરામાં અચાનક એક માણસ જમીન પર પડતો દેખાય છે. એવું લાગે છે કે માણસને ગોળી વાગી છે.

હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન TRFએ લીધી
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલો 22મી એપ્રિલે થયા હતો. જેમાં 26 નિર્દાષ લોકોને મોતને ભેટવું પડ્યું હતું. આતંકવાદીએ માત્ર પ્રવાસીઓને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. એટલું જ નહીં પરંતુ આતંકવાદીઓએ લોકોને ધર્મ પૂછીને માર્યાં હતા. એવું પણ જાણવા મળ્યું હતું કે, આતંકીઓ પુરૂષોના કપડાં પણ કઢાવ્યાં અને તેમના પ્રાઈવેટ પાર્ટ ચેક કર્યા જેથી તે પ્રવાસી હિંદુ છે કે, મુસ્લિમ તે જાણી શકાય! આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ધ રેજિસ્ટેંસ ફ્રન્ટે લીધી હતી. ભારત દ્વારા પણ આ હુમલાનો જવાબ આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારતે કાર્યવાહી શરૂ પણ કરી દીધી છે. કેન્દ્ર સરકારે ભારતમાં રહેતા દરેક પાકિસ્તાની નાગરિકોને ભારત છોડી દેવાનો આદેશ કરી દીધો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button