ગોળીબારની ગુંજથી ડરી ગયેલા પ્રવાસીઓની હૃદય કંપાવતી ચીખો! પહલગામ હુમલાનો નવો વીડિયો…

જમ્મુ અને કાશ્મીરઃ પહલગામ આતંકવાદી હુમલાનો એક નવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આતંકવાદીઓ પ્રવાસીઓ પર ગોળીબાર કરતા હોવાનું ભયાનક દ્રશ્ય વીડિયોમાં કેદ થયું છે. વીડિયોમાં ગોળીબારનો અવાજ સંભળાઈ રહ્યો છે. ડરી ગયેલા પ્રવાસીઓ પોતાનો જીવ બચાવવા માટે કપડાના સ્ટોલ પાછળ છુપાઈ ગયા હતા. . પહલગામ હુમલાનો 28 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પ્રમાણે આતંકવાદીઓ સતત ગોળીઓ ચલાવી રહ્યા છે અને લોકો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગોળીબારનો અવાજ સાંભળીને પ્રવાસીઓ ડરી ગયા અને…
વીડિયો પ્રમાણે વાત કરવામાં આવે તો, આતંકવાદીઓ તરફથી ગોળીબારનો અવાજ સાંભળીને પ્રવાસીઓ ડરી ગયા હતાં. 22મી એપ્રિલે જમ્મુ અને કાશ્મીરમાં પહલગામની બૈસરન ઘાટીમાં લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. 22મી એપ્રિલે છ આતંકવાદીઓએ બપોરે 2:45 વાગ્યે AK-47 રાઈફલ્સથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતાં. આ નિર્દોષ મૃતકોમાં મોટાભાગે પ્રવાસીઓ હતા.
વીડિયોમાં આતંકવાદીઓના હુમલાની ઘટના પણ કેદ
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો એક એવો વીડિયો પણ આજે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ થયો છે. જેમાં હલગામમાં આવેલા એક પ્રવાસીએ ઝિપ લાઈન કરતી વખતે વીડિયો બનાવ્યો હતો. જે વીડિયોમાં આતંકવાદીઓના હુમલાની ઘટના પણ કેદ થઈ હતી. આ પ્રવાસી આતંકવાદીના ઉપરથી પસાર થયો હતો પરંતુ તેને આ ઘટનાની કોઈ જાણ નહોતી. જો કે, સમગ્ર ઘટનામાં વીડિયોમાં રેકોર્ડ થઈ ગઈ હતી.
આગામી ટૂંક સમયમાં કંઈક મોટું થવાના એંધાણ
ભારત દ્વારા આ હુમલાનો જવાબ આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગામી ટૂંક સમયમાં કંઈક મોટું થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે. વડાપ્રધાન, ગૃહપ્રધાન અને રક્ષા પ્રધાનની સતત બેઠકો ચાલી રહી છે. એટલું જ નહીં પરંતુ ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને આગમી 48 કલાકમાં ભારત છોડી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો. તેની પણ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે. સૌથી મહત્વની વાત છે કે, ભારત દ્વારા પાકિસ્તાને કેવો પાઠ ભણાવવામાં આવશે તેની પર દેશભરના લોકો મીટ માંડીને બેઠા છે.