પહલગામના આતંકી હુમલા અંગે એનઆઈએનો સૌથી મોટો ખુલાસો! જાણો કોણ હતા એ આતંકવાદીઓ… | મુંબઈ સમાચાર
નેશનલ

પહલગામના આતંકી હુમલા અંગે એનઆઈએનો સૌથી મોટો ખુલાસો! જાણો કોણ હતા એ આતંકવાદીઓ…

શ્રીનગર/નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો તે મામલે અત્યારે મોટો ખુલાસો થયો છે. આ કેસમાં એનઆઈએ આ આતંકવાદી હુમલા અંગે મહત્ત્વની માહિતી આપી છે. પહલગામમાં આતંકવાદી હુમલામાં બાયસરન ઘાટીને કેમ નિશાન બનાવવામાં આવી તે અંગે એનઆઈએ ખુલાસો કર્યો છે. એનઆઈએનું કહેવું છે કે આ વિસ્તારમાં સૌથી વધારે પ્રવાસીઓ આવતા હોય છે, એટલું જ નહીં, પરંતુ સુરક્ષા દળોને અહીં પહોંચતા પણ સમય લાગતો હોય છે, જેથી આ સ્થળને હુમલા માટે નિશાન બનાવવામાં આવ્યું છે.

આતંકવાદીઓએ હુમલા માટે પહલગામ શા માટે પસંદ કર્યું?

બાયસરનને તેના સુંદર દૃશ્યોને કારણે ‘મીની સ્વિટ્ઝર્લૅન્ડ’ કહેવામાં આવે છે. જેથી અહીં મોટી સંખ્યામાં દેશવિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે. ગત 22મી એપ્રિલે થયેલા પહલગામ આંતકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં પાકિસ્તાનના ત્રણ આતંકીઓ સામેલ હોવાનો એનઆઈએ NIAએ ખુલાસો કર્યો છે. હુમલા દરમિયાન આતંકવાદીઓ ખાસ કરીને એવા લોકોને નિશાન બનાવી રહ્યા હતા જેઓ પરિવાર સાથે ખાવાની દુકાનો, પોની રાઇડ્સ અથવા પિકનિકનો આનંદ માણી રહ્યા હતા. આ હુમલામાં કુલ 26 લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: પાકિસ્તાને પહલગામ હુમલાના આતંકી સાથે સબંધને નકાર્યા, કહ્યું દાવા પાયા વિહોણા

આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા

આતંકવાદી હુમલા બાદ સુરક્ષા એજન્સીએ સઘન તપાસ શરૂ કરી દીધી હતી. NIA દ્વારા જૂન મહિનામાં પરવેજ અહમદ જોઠાર અને બશીર અહમદ જોઠારની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને સ્થાનિકોએ આતંકવાદીઓને આસરો આપ્યો હતો. આ લોકોની ધરપકડ બાદ તેમની સાથે પૂછપરછ કરવામાં આવી અને તેનો ખુલાસો થયો કે, આતંકવાદી હુમલો કરનારા આતંકીઓ પાકિસ્તાનથી આવ્યાં હતા. એટલું જ નહીં પરંતુ આ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાનો પણ NIAએ ખુલાસો કર્યો છે. મહત્વની વાત તો એ છે કે, આ હુમલો પાકિસ્તાન દ્વારા રચવામાં આવેલા કાવતરાનો ભાગ હતો.

ઓપરેશન સિંદૂરથી ભારતે આતંકવાદી હુમલાનો બદલો લીધો

ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને જવાબ આપ્યો હતો. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પાકિસ્તામાં રહેતા આતંકવાદીઓને ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતાં.આ મિશનમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકાવાદીઓ જ્યા રહેતા હતા તે જાગ્યાઓને નિશાન બનાવીને ધ્વસ્ત કર્યાં હતા. ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીઓના કુલ નવ ઠેકાણાનો સફાયો કર્યો હતો.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button