પહલગામ આતંકી હુમલાની તપાસ એનઆઈએ તેજ કરી, ટુરિસ્ટ ગાઈડની પૂછપરછ શરૂ કરી

અનંતનાગ: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલાની એનઆઇએ તપાસ કરી રહી છે. જેમાં એનઆઇએ આ હુમલા સાથે જોડાયેલા શંકાસ્પદ લોકોની સતત તપાસ કરી રહી છે.
જેમાં હુમલા વખતે હાજર ખચ્ચર ચાલકો, ઝિપલાઇન ટ્રેનર્સ અને ફોટોગ્રાફર્સની ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આજે બૈસરન ખીણમાં સક્રિય ટુરિસ્ટ ગાઇડની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેથી આતંકવાદીઓ સુધી શક્ય તેટલી વહેલી તકે પહોંચી શકાય.
આપણ વાંચો: ડોંબિવલીના ત્રણ કઝિનના ઘરે પહોંચી એનઆઇએની ટીમ
એએસપી ઓફિસમાં બોલાવવામાં આવ્યા
એનઆઇએ દ્વારા આજે 25 ટુરિસ્ટ ગાઇડ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમને અનંતનાગની એએસપી ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે. આ એ જ ટુરિસ્ટ ગાઇડ છે જે પ્રવાસીઓને બૈસરન અને ઉપરની ટેકરીઓ પર લઈ જાય છે. પહેલગામ હુમલાની તપાસમાં જે ટુરિસ્ટ ગાઇડ લોકોને બૈસરન ઉપરની પહાડી રસ્તાઓ પર ટ્રેકિંગ પર લઈ જતા હતા.
તુલ્યાલન તળાવએ લઈ જતા ખચ્ચર ચાલકોની પૂછપરછ કરી
એનઆઇએ પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ કરી રહી છે. આ અગાઉ તપાસ અધિકારીઓએ પ્રવાસીઓને તુલ્યાલન તળાવ જેવા ઊંચા સ્થળોએ લઈ જતા ખચ્ચર ચાલકોની પૂછપરછ કરી હતી.
તપાસ અધિકારીઓએ ત્યાંના ફોટોગ્રાફરોની પણ પૂછપરછ કરી છે. તપાસ અધિકારીઓએ ઝિપલાઇન ટ્રેનર સાથે પણ વાત કરી છે. જેણે ત્રણ વખત અલ્લાહ-હુ અકબર બોલ્યા બાદ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જોકે, તપાસમાં અત્યાર સુધી શું ખુલ્યું છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
આપણ વાંચો: એનઆઇએના ખાલિસ્તાની આતંકવાદી ગોલ્ડી બ્રાર સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા
ગાઇડ એનઆઈએની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે
બૈસરન ખીણના ખચ્ચર ચાલકો, ફોટોગ્રાફરો અને ગાઇડ એનઆઈએની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. 22 એપ્રિલના રોજ થયેલા આ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. આ આતંકવાદીઓના પાકિસ્તાન સાથે સંબંધો હોવાનું ખૂલ્યું છે. તપાસ એજન્સીઓ આ આતંકવાદી હુમલા સંબંધિત પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે.