પહલગામ આતંકી હુમલા બાદનો વિડીયો ભયભીત મહિલાઓ બાળકો સાથે દોડતી જોવા મળી…

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ એક નવો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. આ વીડિયોમાં હુમલા બાદ બૈસરન ખીણમાંથી મહિલાઓ ભયભીત થઇ બાળકો સાથે દોડતી જોઈ શકાય છે. વીડિયોમાં કેટલાક વૃદ્ધ લોકો પણ ડરમાં જોવા મળી રહ્યા છે. આ ફૂટેજ આતંકવાદી હુમલા પછી પ્રવાસીઓ પોતાનો જીવ બચાવવા માટે બીજા રસ્તે દોડી રહ્યા હતા. આ સીસીટીવી ફૂટેજ હુમલાના લગભગ 1 કલાક પછીના છે. આ વીડિયો બૈસરન ખીણ નીચે ઉભા કરેલા બજારનો છે. જેમાં મહિલાઓ બાળકો સાથે ભયભીત થઇ દોડતી જોવા મળે છે. વીડિયોમાં લોકો દોડતા જોવા મળે છે.
પાકિસ્તાન નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે. ત્યારે પાકિસ્તાન નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાન છેલ્લા દસ દિવસથી નિયંત્રણ રેખા પર ગોળીબાર કરી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન અને વાયુસેના પ્રમુખ વચ્ચેની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ભારતીય સેનાએ તેનો વળતો જવાબ આપ્યો
સેનાના જણાવ્યા અનુસાર, 3-4 મેની રાત્રે પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પરથી પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ આ ગોળીબારનો તાત્કાલિક જવાબ આપ્યો. જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂરની આસપાસના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર પાકિસ્તાની સેનાની ચોકી પર ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ તેનો વળતો જવાબ આપ્યો હતો.
સેનાને છૂટ આપવાનો નિર્ણય લીધો હતો
ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓની આસપાસ સકંજો કડક કરી દીધો છે. આ હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીએ જીવ ગુમાવ્યો હતો. આતંકવાદી હુમલા પછીની સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વડા પ્રધાન મોદીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ત્રણેય સેનાના વડાઓ, સંરક્ષણ સ્ટાફના વડા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જયારે સરકારે પરિસ્થિતિનો સામનો કરવા માટે સેનાને છૂટ આપવાનો નિર્ણય લીધો હતો.
આપણ વાંચો : પહલગામ હુમલાનું ‘ષડયંત્ર’ પીઓકેમાં રચાયું, જોઈ લો ટ્રેનિંગ કેમ્પની તસવીરો?