પહલગામ હુમલાની તપાસ માટે એનઆઈએ મેદાનમાં, મહત્ત્વના પુરાવા મળ્યા

શ્રીનગરઃ પહલગામના આતંકવાદી હુમલાની તપાસ કરનારા એનઆઈએની ટીમને મહત્ત્વના સંકેતો મળ્યા છે. કેન્દ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓની આગેવાન હેઠળ એનઆઈએની ટીમ દ્વારા સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ભયાનક હુમલાનું વર્ણન કરવામાં આવ્યું હતું. પહલગામ હુમલાની તપાસ કરવા માટે એન્ટિ ટેરર બોડી, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ પોતાના હાથમાં લીધી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ પછી તપાસ કરનારી એજન્સીએ ઔપચારિક રીતે કાર્યવાહી કરી છે, જેમાં પ્રાથમિક તપાસમાં તપાસ કરનારી એજન્સીને મહત્ત્વના પુરાવા મળ્યા છે.
મંગળવારે આતંકવાદીઓએ પર્યટકો પર અંધાધૂંધ ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી હતી. હુમલા પછી એનઆઈએની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી અને પુરાવા એકઠા કર્યા હતા.
આતંકવાદી હુમલાના મુખ્ય સાક્ષીની ટીમ મળી છે, જેમાં એક સ્થાનિક ફોટોગ્રાફરનો સમાવેશ થાય છે. હુમલા વખતે એક વૃક્ષ પર ચઢીને આતંકવાદી હુમલાનો રેકોર્ડ કર્યો હતો. તપાસ કરનારી એજન્સીના જણાવ્યાનુસાર ફોટોગ્રાફરના વીડિયો મહત્ત્વના પુરાવા સમાન છે.
રેકોર્ડિંગ અનુસાર શરુઆતમાં બે આતંકવાદી દુકાનના પાછળ છુપાઈ ગયા હતા. આ જ આતંકવાદીઓ પહેલા બહાર આવ્યા હતા અને લોકોને કલમા પઢવા માટે જણાવ્યું હતું, ત્યાર બાદ લોકોને ગોળી મારી હતી, જેમાં ઘટનાસ્થળે એકનું મોત થયું હતું.
આપણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે સમગ્ર ભારતમાં મજબૂત લાગણીઓ: અજિત પવાર
આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ઊભો થયા પછી લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. રેકોર્ડિંગ અનુસાર અન્ય આતંકવાદીઓએ જિપ લાઈન નજીક બહારની જગ્યામાં ગોળીબાર કર્યો હતો.
એન્ટિ ટેટર બોડી ટીમના અધિકારીએ કહ્યું હતું કે એનઆઈએની ટીમે ત્યાં હાજર લોકો સાથે પૂછપરછ કરી હતી, જેમને આ ભયાનક હુમલાને પોતાની આંખોથી જોયો હતો.
ઉપરાંત, બંને ટીમના અધિકારીઓ દ્વારા આતંકવાદીઓના એક્શન પ્લાન માટે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક અને અન્ય નિષ્ણાતોની મદદથી સમગ્ર વિસ્તારમાં તપાસ કરી છે, જેથી આતંકવાદીઓના ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે પુરાવા એક્ત્ર કરવામાં આવે છે.