નેશનલ

પહલગામ હુમલાના તાર ‘કંદહાર-કાંડ’ સાથે જોડાયું, જાણો નવી અપડેટ?

નવી દિલ્હીઃ પહલગામમાં આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચેના સંબંધોમાં તનાવ ઊભો થયો છે. ભારત સરકાર એક પછી એક આકરા પ્રતિબંધો મૂકવાની સાથે હુમલો કરવાના ડરથી પાકિસ્તાન પણ ફફડી રહ્યું છે ત્યારે પહલગામ હુમલા સંબંધમાં નવી જ અપડેટ જાણવા મળી છે.

તપાસકર્તા એજન્સી મારફત જાણવા મળ્યું છે કે પહલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ મુશ્તાક અહમદ ઝરગર છે, જેને કંદહારમાં ભારતીય વિમાનના અપહરણ કાંડ વખતે છોડવામાં આવ્યો હતો.

આપણ વાંચો: હુમલાનો બદલોઃ આતંકવાદીઓ સામે કાર્યવાહી માટે ભારતને રશિયાનું સમર્થન, PM Modi સાથે થઈ વા

હવે જાણી લો કોણ છે માસ્ટરમાઈન્ડ?

ભારતીય એજન્સીએ બહુ મહેનત પછી ત્રણ મોટા આતંકવાદીઓની ધરપકડ કરી હતી. જેને ભારતની જેલમાં રાખવામાં આવ્યા હતા. આ ત્રણેયની ધરપકડ કરવામાં આવ્યા પછી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને આતંકવાદી સંગઠનો પરેશાન હતા અને યેનકેન પ્રકારેણ તેમને છોડાવવાની ફિરાકમાં હતા.

આ આતંકવાદીઓમાં સૌથી મોટું નામ મસૂદ અઝહરનું હતું, જેનું સંગઠન જૈશ-એ-મોહમ્મદ છે. એના પછી મુંબઈના આતંકવાદી હુમલા અને પુલવામા હુમલામાં પણ મસૂદ અઝહરનું નામ બહાર આવ્યું હતું અને અન્ય બે આતંકવાદી મુશ્તાક જરગર અને ઉમર શેખ હતા.

આપણ વાંચો: પહલગામ આતંકી હુમલા બાદનો વિડીયો ભયભીત મહિલાઓ બાળકો સાથે દોડતી જોવા મળી…

ભારતીય વિમાનને કર્યું હતું હાઈજેક

આ આતંકવાદીઓ જેવા તેવા નથી, જેમાં મસૂદ અઝહર હતો, જેનું નામ જૈશ-એ-મોહમ્મદ છે. એના પછી મુંબઈ હુમલા અને પુલવામા હુમલામાં પણ મસૂદ અઝહરનું નામ બહાર આવ્યું હતું.

બીજા બે આતંકવાદી મુશ્તાક જરગર અને ઉમર શેખ હતો. પાકિસ્તાને આ આતંકવાદીઓને છોડાવવા માટે યોજના ઘડી હતી, જેમાં ભારતનું પ્લેન હાઈજેક હતી. આતંકવાદીઓએ ઈન્ડિયન એરલાઈન્સનું વિમાન આઈસી-814ને હાઈજેક કરવાની યોજના ઘડી હતી.

આ વિમાન નેપાળથી ભારત જતું હતું, પરંતુ ઓનએર હાઈજેક કર્યા પછી વિમાનને અફઘાનિસ્તાન લઈ જવાનો આદેશ આપ્યો હતો. એ વખત પાઈલટે વિમાનમાં ઇંધણ ઓછું હોવાનું જણાવ્યું હતું. તેથી મોડી રાતના વિમાન પંજાબના અમૃતસરમાં ઉતારવામાં આવ્યું હતું, ત્યાંથી પાછા પાકિસ્તાન લઈ ગયા પછી અંતે અફઘાનિસ્તાનના કંદહારમાં લેન્ડ કરવામાં આવ્યું હતું.

આપણ વાંચો: પહલગામ આતંકી હુમલાની તપાસ એનઆઈએ તેજ કરી, ટુરિસ્ટ ગાઈડની પૂછપરછ શરૂ કરી

અંતે મુક્ત કરવામાં આવ્યા આતંકવાદીઓને

કંદહાર અપહરણકાંડ પછી 176 પ્રવાસીઓના જીવના બદલામાં ત્રણ આતંકવાદીને છોડવાની માગણી મૂકી હતી. ભારત સરકારે આતંકવાદીઓની સાથે વાતચીત કરી હતી અને પ્રવાસીઓના બદલામાં મસૂદ અઝહર, મુશ્તાક ઝરગર અને ઉમર શેખને છોડવા માટે તૈયારી દાખવી હતી. ભારતની અલગ અલગ જેલમાં કેદ આતંકવાદી મસૂદ અઝહર, મુશ્તાક ઝરગર અને ઉમર શેખને છોડીને આ નિર્ણય પછી ભારત સરકારની ખૂબ ટીકા થઈ હતી.

આતંકવાદી મુશ્તાક ઝરગર છે કોણ?

મુશ્તાક ઝરગર કાશ્મીરમાં કામ કરનારો ખતરનાક આતંકવાદી છે, જેને અનેક હુમલા કરાવ્યા છે અને હુમલા કરવામાં પણ સામેલ હતો. 1992માં તેની ધરપકડ કરવામાં આવી હતી. ઝરગર ખૂંખાર આતંકવાદી છે. કાશ્મીરમાંથી ભાગ્યા પછી પાકિસ્તાને તેને આશરો આપ્યો હતો અને આજે પણ પડોશ દેશમાં રહીને પહલગામના હુમલાનું ષડયંત્ર રચ્યું હતું.

એનઆઈએની ટીમે વધુમાં જણાવ્યું છે કે આ હુમલામાં મુશ્તાક અહેમદ ઝરગરની ભૂમિકા હોઈ શકે છે, જે અલ ઉમર મુજાહિદ્દીનના વડો પણ છે. ઝરગરના આતંકવાદી સંગઠન પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. તે મૂળ કાશ્મીરી હોવાથી ઓવરગ્રાઉન્ડ વર્કર્સના સમર્થકોમાં તે મજબૂત પકડ ધરાવે છે, તેથી પહલગામના હુમલામાં તેની મહત્ત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button