ટોપ ન્યૂઝનેશનલ

પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત; ગુજરાતના બે મહાનુભાવોને મળશે પદ્મશ્રી

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. દર વર્ષની પરંપરા અનુસાર દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે વિજેતાઓના નામની જાહેરાત પછી, માર્ચ અથવા એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એવોર્ડ સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિજેતાઓને પદ્મ પુરસ્કારો આપવામાં આવે છે.

ગુજરાતના બે મહાનુભાવોને પદ્મશ્રી
ગુજરાતના સાબરકાંઠાનાં સામાજીક કાર્યકર સુરેશ સોનીને પદ્મ શ્રી એનાયત કરવામાં આવશે. તે ઉપરાંત ગુજરાતનાં સુરેન્દ્રનગર જીલ્લાનાં ડાંગશિયા ગામનાં વતની લવજીભાઈ પરમારને કલા ક્ષેત્રે યોગદાન બદલ પદ્મ શ્રી એનાયત કરવામાં આવશે.

આ પણ વાંચો…મહાકુંભમાં આવેલા દંપતીની કાર માત્ર કાર નહિ પણ છે ઘર; આનંદ મહિન્દ્રા પર થયા મોહિત

જ્યારે મધ્યપ્રદેશના સામાજિક ઉદ્યોગસાહસિક સેલી હોલકર અને મરાઠી લેખક મારુતિ ભુજંગરાવ ચિતમપલ્લીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. નાગાલેન્ડના ખેડૂત એલ હેંગથિંગ અને પુડુચેરીના સંગીતકાર પી દત્ચનમૂર્તિને પણ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button