અહી દિવાળીના એક દિવસ પહેલા કરવામાં આવે છે ઘુવડનું પૂજન, હમાસ સાથે છે કનેક્શન…

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં દિવાળી પહેલા ઘુવડના ફોટાની વિશેષ પૂજા કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે કોલેજના ઘણા પ્રોફેસરો એકસાથે ઘુવડની પૂજા કરે છે. આ વખતે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને રોકવા માટે ઘુવડની પૂજા કરવામાં આવી છે. પૂજા બાદ ઘુવડના ફોટાને નદીમાં ડૂબાડી દેવામાં આવ્યું હતું. ઘુવડ પૂજા દ્વારા વિશ્વ શાંતિ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

આપણે દિવાળી પર લક્ષ્મી અને ગણેશની પૂજા કરીએ છીએ પરંતુ શાહજહાંપુરની કોલેજના પ્રોફેસર દિવાળી પહેલા એક ખાસ પૂજા કરે છે. જેમાં તેઓ ઘુવડની આરતી ગાય છે અને તેની પૂજા કરે છે. તેમનું માનવું છે કે ઘુવડની પૂજા કરવાથી દુનિયામાં શાંતિ બની રહે છે. કારણકે ઘુવડ લોકોનો સંદેશો ભગવાન સુધી પહોંચાડી દે છે. અને એટલે જ આ વર્ષે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સંદર્ભમાં ઘુવડની પૂજા કરવામાં આવી છે. પૂજા કરાવનાર પ્રોફેસરનું કહેવું છે કે આતંકવાદના કારણે હમાસ હાલ ઘણી રીતે હેરાન થાય છે. જેણે ઈઝરાયલ પર હુમલો કરીને ઘણા નિર્દોષ લોકોના જીવ લીધા છે અને ઘણા નાગરિકોને બંધક બનાવ્યા છે. આ ઘુવડ પૂજા દ્વારા ભગવાન હમાસને સદબુદ્ધિ આપે અને મધ્ય પૂર્વમાં શાંતિ પ્રવર્તે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.

પ્રોફેસરે જણાવ્યું હતું કે દર વર્ષે છોટી દિવાળીના અવસર પર ઘુવડ પૂજા કરીએ છીએ. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકતા જાળવી રાખવાનો છે. સમાજનું કલ્યાણ થાય તેવી છે.