નેશનલ

ઓવૈસીએ મુખ્તાર અન્સારીના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા

ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા માફિયા ડોન મુખ્તાર અન્સારીનું ગુરૂવારે ઉત્તર પ્રદેશના બાંદાની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે મુખ્તાર અન્સારીના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી.

અન્સારીના નિધન પર શોક વ્યક્ત કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે તેઓ આ દુઃખની ઘડીમાં મુખ્તાર અન્સારીના પરિવાર સાથે ઉભા છે.

અન્સારીને શનિવારે કડક પોલીસ બંદોબસ્ત હેઠળ ગાઝીપુર જિલ્લાના મોહમ્મદબાદ શહેરમાં કાલી બાગ ખાતે દફનાવવામાં આવ્યો હતો. અન્સારીનો નાનો પુત્ર ઉમર અન્સારી, તેના ભાઈઓ અફઝલ અન્સારી, સિબગતુલ્લા અન્સારી અને મુખ્તારના ભત્રીજા અને મોહમ્મદાબાદના એસપી વિધાન સભ્ય શોએબ અન્સારીની હાજરીમાં તેના માતાપિતાની કબરોની બાજુમાં મુખ્તારને દફનાવવામાં આવ્યો હતો.

જેલમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા બાદ મુખ્તારને ગુરુવારે રાતે બાંદાની રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યો હતો.

નવ ડોકટરોની ટીમે તેની સારવાર કરી હતી. જોકે અન્સારીના પરિવારે દાવો કર્યો હતો કે તેને “ખોરાકમાં ઝેર આપવામાં આવ્યું હતું.” અન્સારી પરિવારે અખ્તારના મૃત્યુને અકુદરતી ગણાવી ન્યાયિક તપાસની પણ માંગણી કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અંસારીનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. જોકે, એનેસારી પરિવારના આરોપોની તપાસ માટે, ત્રણ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે જે અન્સારીના મૃત્યુની મેજિસ્ટ્રિયલ તપાસ કરશે.

એપ્રિલ 2023 માં મુખ્તાર અન્સારીને ભાજપના વિધાન સભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 1990માં શસ્ત્ર લાઇસન્સ મેળવવા માટે બનાવટી દસ્તાવેજોના ઉપયોગ કરવા સંબંધિત કેસમાં તેને 13 માર્ચ, 2024ના રોજ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button