હથિયારો રાખવા બદલ મણિપુરમાંથી 100થી વધુ લોકોની ધરપકડ
ઇમ્ફાલ: ભારતના પૂર્વમાં મણિપુરમાં હિંસાને કારણે હજુ પણ પોલીસ પ્રશાસન દ્વારા કોમ્બિંગ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે, જેમાં તાજેતરમાં ગેરકાયદે દારુગોળો અને હથિયારો રાખવા બદલ 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
મણિપુરમાં મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. વિવિધ કેસોમાં 113 લોકોની અટકાયત કરવામાં આવી છે. મણિપુર પોલીસે આજે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ રાજ્યના ઇમ્ફાલ-પશ્ચિમ, થૌબલ, બિષ્ણુપુર અને તેંગનોપાલ જિલ્લાના સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન, વિસ્તાર પ્રભુત્વ અને ફ્લેગ માર્ચ કરી હતી.
સર્ચ ઓપરેશન દરમિયાન ઉયુમખોંગ ગામમાંથી બે હથિયારો (એસએલઆર સાથે મેગેઝિન-01, કાર્બાઈન-01), ચાર વિસ્ફોટક (એચઈ હેન્ડ ગ્રેનેડ-04), એક 51 એમએમ સ્મોક બોમ્બ, એક ડબલ્યુપી સ્મોક બોમ્બ અને બે 2 ઈંચના પેરા બોમ્બ મળી આવ્યા હતા. બિષ્ણુપુર જિલ્લો કરવામાં આવ્યો હતો.
નેશનલ હાઇવે 37 પર આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા 45 વાહનની અવરજવર સુનિશ્ચિત કરવામાં આવી છે. વાહનોની મુક્ત અને સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે તમામ સંવેદનશીલ સ્થળોએ કડક સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે.
સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળોને મોટી સંખ્યામાં તહેનાત કરવામાં આવ્યા છે. મણિપુરના વિવિધ જિલ્લાઓમાં, પહાડી અને ખીણ બંનેમાં કુલ 131 ચેકપોઇન્ટ/ચેક પોસ્ટ બનાવવામાં આવી હતી.