લોકસભામા વિપક્ષનો હંગામો, Rahul Gandhi એ કહ્યું પહેલા NEET પેપર લીક મુદ્દે ચર્ચા જરૂરી

નવી દિલ્હી : દેશભરના નીટ(NEET)પેપર લીકને લઇને વિપક્ષ દેખાવો કરી રહ્યું છે. તેવા સમયે આજે લોકસભામાં પણ નીટ (NEET)પેપર લીક પર ચર્ચા માટે વિપક્ષે હંગામો મચાવ્યો હતો. જ્યારે કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ તેમના વિષય પર બોલવા માટે ઉભા થયા, પરંતુ આ દરમિયાન વિપક્ષના સાંસદોએ સતત NEET પર ચર્ચાની માંગ કરી અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટ (NEET)પર તાત્કાલિક ચર્ચાની માંગ કરી હતી. પરંતુ સ્પીકરે તેને ફગાવી દીધી હતી. હંગામાને જોતા સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
નિયમ 267 હેઠળ NEET પેપર લીક પર ચર્ચાની માંગ
નીટ NEETપેપર લીકને લઈને રાજ્યસભામાં પણ હોબાળો થયો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાના નિયમ 267 હેઠળ NEET પેપર લીક પર ચર્ચાની માંગ કરી છે.રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું, અમે વિપક્ષ અને સરકાર વતી, ભારતના વિદ્યાર્થીઓને સંયુક્ત સંદેશ આપવા માંગીએ છીએ કે અમે આને એક મહત્વપૂર્ણ મુદ્દો માનીએ છીએ. તેથી અમે વિચાર્યું કે વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે આજે NEETપર ચર્ચા કરીશું.
NEETના વિષય પર ચર્ચા કરવાની જરૂર
આ અગાઉ સંસદની બહાર રાહુલ ગાંધીએ કહ્યું, “ગઈકાલે તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓની બેઠક થઈ હતી અને તેમાં સર્વસંમતિ હતી કે આજે આપણે NEETના વિષય પર ચર્ચા કરવાની જરૂર છે. અમને લાગ્યું કે NEET પર અહીં ગૃહમાં ચર્ચા થવી જોઈએ. હું વડા પ્રધાનને વિનંતી કરું છું કે આ યુવાનોનો વિષય છે અને તેના પર યોગ્ય રીતે ચર્ચા થવી જોઈએ અને સંસદમાંથી સંદેશો જવો જોઈએ કે ભારત સરકાર અને વિપક્ષ એક સાથે વિદ્યાર્થીઓ વિશે વાત કરે છે .
Also Read –