
સંસદના ચોમાસા સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદમાં આજે ઓપરેશન સિંદૂર ચર્ચાઓ થવાની છે. જે અંગે રાજનાથ સિંહે વિગતો પણ આપી હતી. વિપક્ષ 7 મે થી 10 મે દરમિયાન પાકિસ્તાન સામેના ભારતના ઓપરેશન પર સરકાર પાસેથી જવાબો માંગ્યો હતો. જેના પર આજે ચર્ચાઓ થવાની છે. પરંતુ સંસદમાં પ્રશ્નકાળ શરૂ થાય તે પહેલા જ વિપક્ષે સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવી દીધો હતો. જેના કારણે સંસદની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
સંસદમાં પ્રશ્નકાળ શરૂ થાય તે પહેલા વિપક્ષે કર્યો સૂત્રોચ્ચાર
22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા જેમાં 26 નાગરિકો માર્યા ગયા હતા. આ મુદ્દા પર સરકારને ઘેરવા માટે વિપક્ષ સંસદમાં પ્રયાસ કરી રહ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના સાંસદો અનુરાગ ઠાકુર અને નિશિકાંત દુબે સહિત સરકારના ટોચના પ્રધાનો લોકસભામાં ભાગ લેવાના છે. પરંતુ પ્રશ્નકાળ શરૂ થયા તે પહેલા વિપક્ષે સુત્રોચાર કરીને હોબાળો મચાવી દીધો હતો. જેના કારણે લોકસભામાં સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવી પડી હતી.
દેશ જોશે કે તમે જાણી જોઈને પ્રશ્નકાળ બંધ કર્યો છેઃ ઓમ બિરલા
સંસદમાં ચોમાસુ સત્રની શરૂ થયું તેમાં આજે પ્રશ્નકાળમાં વિપક્ષે શરૂઆતમાં હોબાળો શરૂ કરી દીધો હતો. જેના કારણે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા વિપક્ષ પર નારાજ થયા છે. લોકસભાના સ્પીકરે પ્રશ્નકાળ દરમિયાન ગૃહમાં થયેલા હોબાળા બદલ વિપક્ષની ટીકા કરી છે. એટલું જ નહીં પરંતુ વિપક્ષને કહ્યું કે, ‘દેશ જોશે કે તમે જાણી જોઈને પ્રશ્નકાળ બંધ કર્યો છે. દેશ જાણવા માંગે છે કે તમે પ્રશ્નકાળ કેમ ચલાવવા માંગતા નથી?’
આ પણ વાંચો…સંસદમાં આવતીકાલે ઓપરેશન સિંદૂર પર ઉગ્ર ચર્ચા: સરકાર સજ્જ, વિપક્ષ આક્રમક