બજેટ બાદ વિપક્ષોએ નાણા પ્રધાનને ઘેર્યા, અખિલેશ યાદવને બજેટમાં કુંભની યાદ આવી…
નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારામને આજે દેશનું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં મધ્યમવર્ગીય લોકોને ઘણી રાહત મળી છે. ઘણી છૂટછાટો આપવામાં આવી છે.
Also read : Agriculture Budget: ધરતીપુત્રોને બજેટમાં શું મળ્યું? કપાસની ખેતી કરતાં ખેડૂતોને થશે આ લાભ
સત્તા પક્ષે એને વિકાસનું બજેટ ગણાવ્યું છે, પણ હંમેશની જેમ વિપક્ષને આ બજેટ માફક નથી આવ્યું અને તેમણે કાગારોળ મચાવી છે. આપણે પક્ષ અને વિપક્ષની બજેટ વિશેની પ્રતિક્રિયા જાણીએ.
ગૃહ પ્રધાન અમિત શાહઃ-
ગૃહ પ્રધાન અમિત શાહે આ બજેટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પીએમ મોદીના દિલમાં હંમેશા મધ્યમવર્ગીયોનું હિત રહેલું છે. બજેટ 2025 એ શ્રેષ્ઠ અને વિકસિત ભારતની બ્લ્યુ પ્રિન્ટ છે.
કૉંગ્રેસના મહાસચિવ જયરામ રમેશઃ-
કૉંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે બજેટને વખોડતા જણાવ્યું હતું કે નાણા પ્રધાને વિકાસ માટે નિકાસ, રોકાણ, કૃષિ અને MSMEની વાત કરી હતી. એટલા બધા એન્જિન હતા કે બજેટ સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી ગયું છે. બિહારમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે, તેથી ત્યાં વિવિધ યોજનાઓની લહાણી કરવામાં આવી છે, પણ એનડીએના અન્ય મુખ્યઘટક પક્ષ આંધ્ર પ્રદેશની ઉપેક્ષા કરવામાં આવી છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાઃ-
કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આને વિકસિત ભારતનું તેમ જ નવા અને ઉર્જાસભર ભારતના સ્વપ્નને સાકાર કરવાના પીએમ મોદીના સંકલ્પનું સર્વગ્રાહી બજેટ ગણાવ્યું હતું જે ભારતને આત્મનિર્ભર બનાવશે અને વિશ્વ નેતા તરીકે સ્થાપિત કરશે.
અખિલેશ યાદવઃ-
બજેટ સમયે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને મુસ્લિમ સમુદાયના મસીહા એવા અખિલેશ યાદવને મહાકુંભમાં થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોની યાદ આવી ગઇ હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને માટે મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકોનો ડેટા બજેટ કરતા વધુ મહત્વનો છે. સરકાર મૃતકોના ખોટા આંકડા જાહેર કરી રહી છે, પણ હકીકત તો એ છે કે સરકાર હિંદુઓના મોટા તહેવારની વ્યવસ્થા કરવા સક્ષમ નથી.
Also read : Union Budget 2025: બજેટમાં શું થયું સસ્તું? જાણો એક ક્લિકમાં
ઉત્તરાખંડના સીએમ ધામીઃ-
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ મધ્યમ વર્ગીય લોકો માટે ભેટ સમુ આ બજેટ ગણાવ્યું હતું. પીએમ મોદીની દૂરંદેશીએ મધ્યમવર્ગને મોટી રાહત આપી 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત કરી છે, જેનાથી આર્થિક વિકાસને વેગ મળશે અને લોકોની જીવનશૈલીમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે.
કાર્તિ ચિદમ્બરમઃ-
કૉંગ્રેસના કાર્તિ ચિદમ્બરમે જણાવ્યું હતું કે બજેટમાં ઘણી વિગતો છુપાયેલી હોય છે. માત્ર બજેટનું ભાષણ સાંભળીને કંઇ ના કહેવાય. આપણે એ જોવું જોઇએ કે ગયા વર્ષે બજેટમાં રજૂ કરવામાં આવેલી દરખાસ્તોનું શું થયું. ઘણી બધી યોજનાઓ જાહેર કરવામાં આવી છે ત્યારે અગાઉની યોજનાઓની અસરકારકતા પણ જોવી જોઇએ. આજકાલ બજેટ ચૂંટણીલક્ષી હોય છે. જે તે રાજ્યની વિધાન સભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને તે રાજ્ય માટે વિવિધ લાભયોજનાની જાહેરાતો કરવામાં આવે છે.
દેવેન્દ્ર ફડણવીસઃ-
મહારાષ્ટ્રના મુખ્ય પ્રદેશ દેવેન્દ્ર ફડણવીસે આને મધ્યમવર્ગીય માટે પાથબ્રેકીંગ અને ડ્રીમ બજેટ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ બજેટ 21મી સદીમાં લઇ જશે. આવકવેરાની મુક્તિ મર્યાદા વધવાથી લોકો પાસે ફાજલ ઇન્કમ આવશે. માગમાં વધારો થશે. રોજગારીનું સર્જન થશે. કૃષિ ક્ષેત્રનો પણ વિકાસ થશે. MSMEને પણ ફાયદો થશે.
શશી થરૂરઃ-
કૉંગ્રેસના સાંસદ શશી થરૂરે જણાવ્યું હતું કે બજેટમાં મધ્યમવર્ગના લોકો માટે કરમુક્તિની યોજના જાહેર કરવામાં આવી છે, જે સારી વાત છે. તમારી પાસે એટલી આવક હશે તો તમે ઓછો કર ચૂકવશો, પણ જો તમારી આવક જ ના હોય, બેરોજગાર હો તો તમારી આવક ક્યાંથી આવશે. નાણા પ્રધાને બેરોજગારીનો મુદ્દો સ્પર્શ્યો જ નથી. મફતના લહાણીઓ કરીને ભાજપ ચૂંટણી જીતે છે.
શિવરાજસિંહ ચૌહાણઃ-
કેન્દ્રીય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેનું બજેટ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે બજેટમાં કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. હવે ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ પર પાંચ લાખ સુધીનો ફાયદો મેળવી શકશે.
Also read : પીએમ મોદીએ બજેટ બાદ નિર્મલા સીતારામનને શું કહ્યું? જાણો માયાવતીથી લઈ અમિત શાહની પ્રતિક્રિયા
હરસિમરત કૌર બાદલઃ-
શિરોમની અકાલી દળના નેતા હરમિમરત કૌર બાદલ જણાવ્યું હતું કે, બજેટમાં પંજાબનો ઉલ્લેખ જ નથી કરવામાં આવ્યો. એમએસપીની માગ સાથે ખેડૂતો ત્રણ-ચાર વર્ષથી હડતાળ પર છે, પણ તેના પર ધ્યાન આપવામાં નથી આવ્યું. હક માટે લડતા ખેડૂતોની વાત સાંભળવામાં નથી આવી. આ ખેડૂત વિરોધી બજેટ છે.
અભિષેક બેનરજીઃ-
ટીએમસીના સાંસદ અભિષેક બેનરજીએ જણાવ્યું હતું કે આ બજેટમાં મધ્યમવર્ગ માટે કંઇ નથી. બિહારમાં ચૂંટણી છે એટલે બિહારને બધું આપીને ન્યાલ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રમાં 10 વર્ષથી ભાજપ સત્તામાં છે, પણ પ. બંગાળને કંઇ મળ્યું નથી.
પૂર્વ પીએમ દેવેગૌડાઃ-
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને રાજ્ય સભાના સાંસદ એચ ડી દેવેગૌડાએ જણાવ્યું હતું કે બજેટમાં મધ્યમવર્ગ, તબીબી વર્ગ સહિત દરેક ક્ષેત્રને લાબ થાય એવા પગલાં લેવામાં આવ્યા છે, તેથી હું આ બજેટને આવકારું છે.