ઓપરેશન ત્રિશુલ: ભારત-પાક સરહદ પર શરૂ થયો ભારતીય સેનાનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ, જાણો તેની ખાસ વાત | મુંબઈ સમાચાર
નેશનલ

ઓપરેશન ત્રિશુલ: ભારત-પાક સરહદ પર શરૂ થયો ભારતીય સેનાનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ, જાણો તેની ખાસ વાત

નવી દિલ્હી: ભારતીય સેના અવારનવાર યુદ્ધાભ્યાસો કરતી હોય છે. જોકે, આ વખતે ભારતીય સેનાની ત્રણેય પાંખ એકસાથે યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે. જેને ‘ઓપરેશન ત્રિશુલ’ નામ આપવામાં આવ્યું છે. ખાસ વાત તો એ છે કે, આ યુદ્ધાભ્યાસ પાકિસ્તાન માટે ચેતવણી સમાન રહેશે. કારણ કે આ યુદ્ધાભ્યાસ પાકિસ્તાનની સરહદની નજીક થવા જઈ રહ્યો છે.

‘ઓપરેશન ત્રિશુલ’ યુદ્ધાભ્યાસનો થયો શુભારંભ

પશ્ચિમ રાજસ્થાનના રણપ્રદેશથી લઈને ગુજરાતના સર ક્રીક સુધીની ભારત-પાકિસ્તાન સરહદ પર આજથી (30 ઓક્ટોબર) ભારતીય સેનાના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો સંયુક્ત લશ્કરી અભ્યાસ ‘ઓપરેશન ત્રિશુલ’ શરૂ થઈ રહ્યો છે.

13 દિવસ સુધી ચાલનારો આ યુદ્ધાભ્યાસ 10 નવેમ્બરના રોજ પૂર્ણ થશે, જે પાકિસ્તાન અને ચીનને પણ હચમચાવી દેશે તેવી સંભાવના છે. આ યુદ્ધાભ્યાસમાં ત્રણેય સેનાઓના 30,000થી વધુ સૈનિકો ભાગ લેવાના છે. આ યુદ્ધાભ્યાસનો મુખ્ય હેતુ ત્રણેય સેનાનું એકીકૃત પ્રદર્શન, ઊંડા પ્રહારો અને મલ્ટિ-ડોમેન યુદ્ધનો અભ્યાસનો છે.

આ અભ્યાસમાં દેશની ત્રણેય સશસ્ત્ર દળો – ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળ – એકીકૃત કામગીરી, ઊંડા પ્રહારો (Deep Strikes) અને બહુ-ડોમેન યુદ્ધ (Multi-Domain Warfare) નો અભ્યાસ કરશે. આ અભ્યાસ ભારતની પરાક્રમનું એકસાથે પ્રદર્શન કરશે.

આપણ વાચો: ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન બોર્ડર પર ભારતીય સેનાની મોટી બેઠક, આ મુદ્દા પર થશે મુખ્ય ચર્ચા

https://twitter.com/babaji800/status/1983775999717470400

‘ઓપરેશન ત્રિશુલ’ના મુખ્ય પાસાં

ખાડી અને રણ વિસ્તારોમાં આક્રમક યુદ્ધની રણનીતિ પર કામગીરી કરવામાં આવશે. સૌરાષ્ટ્ર કિનારા નજીક ઉભયજીવી કામગીરી (Amphibious Operations) નો અભ્યાસ કરવામાંઆવશે. આ સિવાય ગુપ્તચર, દેખરેખ અને શોધ (ISR), ઇલેક્ટ્રોનિક યુદ્ધ (EW) અને સાયબર ક્ષમતાઓ સાથે જોડાયેલી મલ્ટિ-ડોમેન કામગીરી હાથ ધરવામાં આવશે.

આ કવાયતને ત્રણ મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવી છે. જેમાં નૌકાદળનું નેતૃત્વ સર ક્રીક અને ગુજરાતની દરિયાઈ સરહદ નજીક કરવામાં આવશે. થળ સેનાનું નેતૃત્વ જેસલમેર વિસ્તારમાં કરવામાં આવશે. જ્યારે વાયુસેનાનું નેતૃત્વ હવાઈ સંરક્ષણ અને ફાઇટર એરક્રાફ્ટ સાથે જેસલમેર વિસ્તારમાં જ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,’ઓપરેશન ત્રિશુલ’ માત્ર એક કવાયત નથી, પરંતુ ભારતની આત્મનિર્ભરતા અને કાર્યકારી ક્ષમતા દર્શાવવા માટે એક વ્યૂહાત્મક પહેલ છે. આ માટે, ત્રણેય સેના વચ્ચે સંયુક્ત સંકલિત કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્ર (IOC) ની સ્થાપના કરવામાં આવી છે. અદ્યતન ISR ક્ષમતાઓ, ઇલેક્ટ્રોનિક યુદ્ધ સાધનો અને સાયબર પ્લેટફોર્મનો એકસાથે ઉપયોગ કરીને દુશ્મનની પ્રવૃત્તિને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button