Big Breaking: ઓપરેશન સિંદૂર પછી ભારતની વોટર સ્ટ્રાઈક, સૂચના વિના ભર્યું પગલું…

નવી દિલ્હીઃ પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર પ્રહાર કરવાની શરૂઆત કરીને પાણી રોક્યું હતું. આ દરમિયાન ચિનાબ નદી પર બનેલો બંધ અને બગલીહાર ડેમના પણ દરવાજા બંધ કર્યા હતા. હવે ભારતે પાકિસ્તાનને બેવડો ઝટકો આપ્યો છે. ભારતે બંને ડેમના તમામ દરવાજા એક સાથે ખોલી નાખ્યા છે.
કાશ્મીરમાં વરસાદ પછી ભારતે ગેટ ખોલ્યા
જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ પછી ભારતે વિના કોઈ પગલું ભર્યું છે. ભારતે ચિનાબ નદીમાંથી મરાલા હેડમાંથી 28,000 ક્યુસેક પાણી છોડ્યું છે. ભારતે વિના કોઈ પણ માહિતી આપ્યા વિના ભારતે પાકિસ્તાનના સિયાલકોટ, ગુજરાત અને કાદિરાબાદમાં પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે.
આપણ વાંચો: પાકિસ્તાનની હાલત થશે બદથી બદતર, સિંધુ બાદ રોક્યું ચિનાબ નદીનું પાણી
બે ડેમના દરવાજા ખોલતા સંકટમાં
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા ચિનાબ નદી પર બનેલા સલાલ અને બગલીહાર બંધના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. એક રીતે, પાકિસ્તાન પર પાણીનો પ્રહાર કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ભારતે બંને ડેમના ઘણા દરવાજા એકસાથે ખોલી નાખ્યા છે. આવી સ્થિતિમાં હવે પાકિસ્તાનમાં પૂરની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આપણ વાંચો: સિંધુ નદી જેના કિનારે ભારતીય સંસ્કૃતિનો જન્મ થયો હતો
બગલીહાર ડેમના છ દરવાજા ખોલ્યા
જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં ભારે વરસાદ બાદ, જળાશયોમાં ઘણું પાણી એકઠું થયું છે. આ પછી, ચિનાબ નદી પર ડેમ અને બગલીહાર બંધ પર બાંધવામાં આવેલા છ દરવાજા ખોલવામાં આવ્યા છે.
વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો છે. પરંતુ, પાણી ભરાવાના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. રામબન જિલ્લાના ચંબા સેરી ખાતે ભૂસ્ખલન બાદ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ઘણા મુસાફરો ફસાયેલા છે.
પાણી રોકવાથી ખેતીવાડી ને પર્યાવરણ પર અસર
નિષ્ણાતોનું માનવું છે કે ચિનાબ નદીનું પાણી રોકવાથી પાકિસ્તાનની ખેતીવાડી અને પર્યાવરણ પર સંકટ ઊભું થઈ શકે છે. ચેતવણી આપ્યા વિના પાણી છોડવાને કારણે પાકિસ્તાનમાં પાણી ફરી વળી શકે છે. સિંધૂ જળ સમજૂતી અન્વયે જળ વિતરણ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી થઈ હતી. આ સમજૂતી 19 સપ્ટેમ્બર 1960માં થઈ હતી.