આતંકવાદી અડ્ડાનો નાશ કર્યો, પાકિસ્તાનને ઘૂંટણિયે લાવ્યાઃ ઓપરેશન સિંદૂર અંગે પીએમ મોદીએ બેંગલુરુમાં શું કહ્યું?

બેંગ્લૂરુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં શહેરની કનેક્ટિવિટી વધારવા માટે મેટ્રો લાઈનના ઉદ્ઘાટન સાથે અનેક નવા ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો. અહીંના કાર્યક્રમમાં સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે થોડા કલાકોમાં પાકિસ્તાનને ઘૂંટણિયે લાવનાર ઑપરેશન સિંદૂરની સફળતા પાછળ ભારતીય તંજ્ઞત્રાન અને મેક ઈન ઈન્ડિયાની પહેલ કારણભૂત છે.
ભારતે ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની અંદર રહેલા આતંકવાદી અડ્ડાનો નાશ કરવાની ક્ષમતા દાખવતાં ભારતનો પહેલી વાર નવો ચહેરો જોવા મળ્યો હતો, એમ પીએમ મોદીએ જણાવ્યું.

મોદીએ મેટ્રોના ત્રીજા તબક્કાના શિલાન્યાસ સમારોહમાં બોલતા કહ્યું હતું કે ભારતે પાકિસ્તાનની અંદર રહેલા આતંકવાદી અડ્ડાનો નાશ કરવાની અને કલાકોની અંદર પાકિસ્તાનને ઘૂંટણિયે લાવવાની ક્ષમતા દાખવીને ઑપરેશન સિંદૂર દરમિયાન ભારતનો પહેલી વાર નવો ચહેરો જોવા મળ્યો હતો.
ઑપરેશન સિંદૂરની સફળતા પાછળ ભારતીય તંજ્ઞત્રાન અને મેક ઈન ઈન્ડિયાની પહેલ કારણભૂત છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે ઑપરેશન સિંદૂરમાં બેંગ્લૂરુ અને તેના યુવાનોએ મોટી ભૂમિકા ભજવી હતી.

ભારતીય ટેક્નિક અને ડિફેન્સ સેક્ટરમાં મેક ઈન ઈન્ડિયાની તાકાતનો ઉલ્લેખ કરતો પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા મુદ્દે મહત્ત્વની વાત કરી હતી. આજે ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા 11 વર્ષમાં અનેક મોટા બદલાવ થયા છે.

પીએમ મોદીએ કહ્યું કે 11 વર્ષ પહેલા ભારતીય ઈકોનોમી દસમા ક્રમે હતી, પરંતુ હવે પાંચમા ક્રમે પહોંચી ચૂક્યું છે અને હવે ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનવા માટે આગળ વધી રહ્યું છે.

વડા પ્રધાને રેખાંકિત કર્યું હતું કે બેંગ્લૂરુની તુલના વિશ્વના મોટા શહેરો સાથે થાય છે. ભારતે વૈશ્વિક સ્તરે હરીફાઈ કરવાની છે એટલું જ નહીં, પરંતુ આગેવાની લેવાની છે. મોદીએ કહ્યું હતું કે આપણા શહેરો સ્માર્ટ, ઝડપી અને કાર્યક્ષમ બનશે તો જ આપણે પ્રગતિ કરીશું.
આ સંદર્ભમાં મારી સરકારનો ભાર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર પૂરા કરવાનો છે. 21મી સદીમાં શહેરી આયોજન અને શહેરી માળખાની તાતી જરૂર છે. આપણે બેંગ્લૂરુ જેવા શહેરો ભાવિ માટે તૈયાર રહે. બેંગ્લૂરુ તેમના સંસ્થાપક કેમ્પે ગૌડાના વારસામાં જીવ્યું છે અને તેમના વારસાને જાળવી રાખશે. (એજન્સી)
આ પણ વાંચો…આર્મી ચીફે ‘ઓપરેશન સિંદૂર’ને શતરંજની રમત ગણાવી, અનેક રહસ્યો ઉજાગર કર્યા, જાણો શું કહ્યું?