નેશનલ

ઑપરેશન સિંદૂરઃ વીડિયોમાં સાંભળવા મળી તે રામધારી સિંહ ‘દિનકર’ની કવિતા વિશે જાણો

ભારતે ઑપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડી પાકિસ્તાની આતંકવાદીઓ પર કાળો કેર વર્તાવ્યો છે. આ અંગે ઈન્ડિયન આર્મીના ત્રણેય સેના પ્રમુખે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને તેમાં પાકિસ્તાનમાં વેરેલા વિનાશનો એક નવો વીડિયો શેર કર્યો હતો. 22મી એપ્રિલે થયેલા પહેલગામ હુમલા બાદ વળતો જવાબ આપવા ભારતે પાકિસ્તાનના કબ્જા હેઠળના પાકિસ્તાન (પીઓકે)માં જઈ આતંકવાદીઓના ઠેકાણાને નેસ્તનાબૂદ કરી નાખ્યા હતા. પાકિસ્તાને વળતો ડ્રેનહુમલો કરતા ભારતે તમામ ડ્રોનને નિષ્ફળ બનાવી દીધા હતા. પાકિસ્તાને એલઓસી પર કરેલા ગોળીબારનો પણ ભારતે જવાબ આપ્યો હતો. આ તમામ વિશે વાત પ્રેસ કોન્ફરન્સમાં થઈ હતી ત્યારે બતાવાયેલા વીડિયોની શરૂઆતમાં એક પંકિત બતાવવામાં આવી હતી. ‘जब नाश मनुज पर छाता है, पहले विवेक मर जाता है. આ પંક્તિ પ્રસિદ્ધ કવિ દિનકર તરીકે જાણીતા રામધારીસિંહની છે. વીર અને રૌદ્ર રસમાં લખેયાલી આ કવિતા રશ્મિરથી નામના ખંડકાવ્યમાં ત્યારે લખાણી છે જ્યારે ભગવાન કૃષ્ણ કૌરવોને સમજાવવા જાય છે કે યુદ્ધ ક્યારેય કોઈ માટે કલ્યાણકારી હોતું નથી.

આ આખી કવિતા આ પ્રમાણે છે.

‘दो न्याय अगर तो आधा दो,
पर इसमें भी यदि बाधा हो
तो दे दो केवल पांच ग्राम
रखो अपनी धरती तमाम’

हम वहीं खुशी से खाएंगे,
परिजन पर असि न उठाएंगे,
दुर्योधन वह भी दे न सका
आशीष समाज की ले न सका

उल्टे हरि को बांधने चला
जो था असाध्य साधने चला
जब नाश मनुज पर छाता है,
पहले विवेक मर जाता है. ‘


સેનાના વડાઓનું કહેવાનું હતું કે આતંકવાદ સામેની લડત બધાની છે. પણ જ્યારે નાશ થવાનો હોય ત્યારે વિવેક માર્યો જાય છે, તેમ પાકિસ્તાને ભારતે આતંકવાદીઓ સામે છેડેલો જંગ પોતાનો માની લીધો. ભારતનો ઈરાદો માત્ર આતંકવાદી પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાનો હતો.

આપણ વાંચો:  Parenting Tips: સરહદો પર તંગ સ્થિતિ હોય ત્યારે બાળકોનું ધ્યાન કઈ રીતે રાખશો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button