
નવી દિલ્હીઃ ભારતીય સેના ઓપરેશન સિંદૂર પર પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે પાકિસ્તાન દુનિયાભરમાં આતંકનો અડ્ડો છે. આતંકવાદને લઇને પાકિસ્તાનનો લાંબો ઇતિહાસ છે. પહલગામના હુમલાવરોની ઓળખાણ થઇ છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે પહલગામ આતંકવાદી હુમલો કાયરતાપૂર્ણ હતો. આતંકવાદીએ પ્રવાસીઓને તેમના પરિવારની સામે ગોળી મારી હતી. હુમલાખોર ટીઆરએફ લશ્કર સાથે સંકળાયેલા હતા. હુમલા પછી પાકિસ્તાનને માહિતી આપવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ પાકિસ્તાની તરફથી આતંકવાદીઓ અંગે કોઈ માહિતી આપવામાં આવી નહોતી. જેથી તેમના આતંકી સાથેના સંબંધો ખુલ્લા પડી ગયા હતા.
ઓપરેશન સિંદૂરની ઈનસાઈડ સ્ટોરી
ઓપરેશન સિંદૂરની શરૂઆતથી અંત સુધીની કમાન નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજીત ડોભાલે સંભાળી હતી. એનટીઆરઓની પણ ભૂમિકા મહત્ત્વપૂર્ણ હતી. એનએસએ ડોભાલે સ્પેશિયલ ટીમ સાથે ઓપરેશન પર દેખરેખ રાખી હતી. આ માટે એક વિશેષ ટીમ અને કંટ્રોલ રૂમ બનાવ્યો હતો. જેની કમાન એનએસએ ડોભાલ પાસે હતી.
આ રીતે પાર પાડ્યું ઓપરેશન
- ઓપરેશન સિંદૂર અંતર્ગત પ્રથમ તબક્કામાં પાકિસ્તાનની અંદર ચાલતી ગતિવિધિ અંગે ઈન્ટેલીજેંસ ઈનપુટ એકત્ર કરવામાં આવ્યા હતા.
- જે બાદ આતંકીના ઠેકાણાની તબક્કાવાર ઓળખ કરવામાં આવી હતી.
- આ પછી સંભવિત એર સ્ટ્રાઈક માટેના ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા.
- ભારતે આતંકીઓના આશ્રય સ્થાન પર બારીકાઈથી નજર રાખવા સહિત દરેક ગતિવિધિનું મોનિટરિંગ કર્યું.
- અજીત ડોભાલે એર સ્ટ્રાઈકનો સંપૂર્ણ પ્લાન તૈયાર કર્યા બાદ પીએમ મોદી સાથે મુલાકાત કરીને માહિતી આપી.
- પ્લાન પર પીએમ મોદી અને અજીત ડોભાલે ઘણી ચર્ચા કરી અને ઓપરેશન સિંદૂરનો ટાર્ગેટ માત્ર આતંકી ઠેકાણા હશે તેવું નક્કી કર્યું.
- વડા પ્રધાન મોદી સાથે મુલાકાત બાદ ઓપરેશનને અંતિમ રૂપ આપવામાં આવ્યું.
- આ પછી ફરી ડોભાલ પીએમ મોદીને મળ્યા અને વડા પ્રધાને લીલી ઝંડી આપતાં જ આગળની તૈયારી શરૂ કરી.
- આ અંગેના જાણકારી માત્ર કેટલાક જ લોકોને હતી અને એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો. જેની કમાન એનએસએ ડોભાલ પાસે હતી.
- 6 મેની રાતે એનએસએ અજીત ડોભાલનું સિગ્નલ મળતાં જ ઈન્ડિયન એરક્રાફ્ટને ઓપરેશન સિંદૂરને અંજામ આકાશમાં ઉડાડવામાં આવ્યા અને આતંકીઓના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા.
આ પણ વાંચો….ઓપરેશન સિંદૂરઃ પહલગામના 26 પ્રવાસીના મોતના બદલામાં ભારતે 100થી વધુ આતંકીને માર્યા