નેશનલ

ઓપરેશન સિંદૂરને લઈ દેશભરમાં ઉત્સવનો માહોલઃ સેનાની બહાદુરીને દેશવાસીઓએ બિરદાવી…

નવી દિલ્હી: ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર ભારતના હવાઈ હુમલા બાદ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. અજમેરમાં પણ સામાન્ય લોકો અને ભાજપના કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા, મીઠાઈ વહેંચી અને ફટાકડા ફોડ્યા હતા. લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાના આ સાહસિક પગલાંને સલામ કરી અને કહ્યું કે આ પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોને સાચી શ્રદ્ધાંજલિ છે.

કાશ્મીરના ભારતીય સેના ઝિંદાબાદના નારા
ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ પર જમ્મુ-કાશ્મીરના સ્થાનિક લોકોએ ‘ભારતીય સેના ઝિંદાબાદ’ અને ‘ભારત માતા કી જય’ ના નારા લગાવ્યા હતા. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ કહ્યું કે સેનાએ જે રીતે દબાણ બનાવીને સચોટ અને યોગ્ય કાર્યવાહી કરી છે તેના માટે અમને સેના પર ગર્વ છે. સમગ્ર રાજ્યની જનતા દેશ અને સેના સાથે ઉભી છે.

ગાઝિયાબાદમાં લોકોએ મીઠાઈ ખવડાવી
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પણ ‘ઓપરેશન સિંદૂર’ની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી તેમજ ગાઝિયાબાદના મુસ્લિમ બહુમતી વિસ્તારના શહીદ અશફાક ઉલ્લા ખાન ચોક પર મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા. અહીં મુસ્લિમ સમાજના લોકોએ ભારતીય સેના ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. લોકોનું કહેવું છે કે ભારતીય સેનાએ જે કર્યું છે તે પ્રશંસનીય છે. પહેલગામમાં જે થયું તેનો યોગ્ય જવાબ મળી ગયો છે.

બિહારમાં ફટાકડા ફોડાયાં
પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર સેનાની કાર્યવાહીથી બિહારના વૈશાલીના લોકો ખૂબ જ ખુશ છે. તેમણે રસ્તાની વચ્ચે બોમ્બ અને ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે સમાજવાદી પાર્ટી આતંકવાદ સામે સરકારના નિર્ણયમાં તેની સાથે છે. તેમને પોતાના સશસ્ત્ર દળો પર પૂરો વિશ્વાસ છે.

આપણ વાંચો : હવે નિરાંત થઈઃ પહેલગામ હુમલાના મૃતકોના પરિવારોની આખમાં ખુશી અને દુઃખના આસું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button