નેશનલ

ઑપરેશન સિંદૂરઃ વધુ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર શર્મિષ્ઠા પનોલીની ધરપકડ

પુણેઃ ઑપરેશન સિંદૂર બાદ દેશના સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર ચર્ચામાં છે. ટ્રાવેલ બ્લોગર જ્યોતિ મલ્હોત્રાના પાકિસ્તાન કનેક્શન બાદ હવે બીજી એક સોશિયલ મીડિયા ઈન્ફલુઅન્સર શર્મિષ્ઠા પનોલીની ધરપકડ કોલકાતા પોલીસે કરી છે. જોકે શર્મિષ્ઠાએ પાકિસ્તાન સાથે કોઈ માહિતી શેર નથી કરી, પરંતુ તેણે શેર કરેલા એક વીડિયોને કારણે તે પોલીસની પક્કડમાં આવી છે.

શર્મિષ્ઠાએ ઑપરેશન સિંદુર વિશે વાંધાજનક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણે દેશમાં દ્વેષ ફેલાઈ તેવી કોમેન્ટ્સ વીડિયો દ્વારા કરી હોવાનું જાણવા મળ્યું છે. કોલકત્તા પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર શર્મિષ્ઠાએ ખાસ સમુદાયની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે તેવી ટીપ્પણી કરી હતી. તેના વીડિયો બાદ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર પણ દલીલો ચાલી રહી હતી. કોલકાત્તામા્ં તેનાં વિરુદ્ધ ફરિયાદ થઈ હતી અને કોલકાત્તા પોલીસે તેની સામે પગલાં લીધા હતા.

આ પણ વાંચો વડા પ્રધાન મોદીએ જે અહિલ્યાબાઈ હોળકર વિશે વાત કરી તેમની વિશે જાણોઃ પોતાના જ દીકરાને આપી હતી મોતની સજા

મીડિયા સાથે વાત કરતા શર્મિષ્ઠાએ કહ્યું હતું કે તેણે વીડિયો ડિલિટ કરી દીધો છે. વીડિયો બાદ તેને ધમકીઓ પણ મળતી હતી. તેણે માફી માગી લીધી છે. વીડિયોમાં તેણે બોલીવૂડના સ્ટાર્સને પણ નિશાન બનાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button