જીવના જોખમે ચાલતી ટ્રેનમાં દોડીને ચઢવું પડ્યું ભારે, થઇ આ કાર્યવાહી…
નવી દિલ્હી: આપણે પ્લેટફોર્મ પર પહોંચ્યા જ હોઇએ અને ત્યારે આપણી સામે આપણી ટ્રેન અને તેમાં પણ ખાસ કરીને બહારગામની ટ્રેન ચાલતી પકડે તો આપણને કેવો ધ્રાસ્કો પડે તેનો અનુભવ આપણે એક વખત તો કર્યો જ હશે. આવા સમયે આપણી ટ્રેન ન છૂટી જાય એ માટે આપણે ચાલતી ટ્રેનમાં જીવના જોખમે ચઢી જતા હોઇએ છીએ અથવા પ્રયાસ તો કરતા જ હોઇએ છીએ. જોકે, પૂર્વોત્તર રાજ્યની એક ટ્રેનમાં આવું કરવું પુરુષ પ્રવાસીઓને ઘણું ભારે પડ્યું છે.
પૂર્વોત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સરસ્વતી ચંદ્રએ જણાવ્યા અનુસાર રેલવેમાં મહિલા પ્રવાસીઓની સુરક્ષા માટે રેલવે પ્રશાસન દ્વારા વિશેષ પગલા લેવામાં આવે છે. એ માટે રેલવેમાં ઓપરેશન ‘મહિલા સુરક્ષા’ ચલાવવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત મહિલા કોચમાં પ્રવાસ કરતા પુરુષ પ્રવાસીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે.
આ જ રીતે પહેલી મેથી પંદરમી મે દરમિયાન મહિલા સુરક્ષા અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં રેલવે પોલીસ ફોર્સ દ્વારા મહિલાઓના ડબ્બામાં પ્રવાસી કરનારા 615 પુરુષ પ્રવાસીઓ વિરુદ્ધ રેલવે એક્ટની કલમ 162 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
તેમાં સૌથી વધુ 355 પુરુષ પ્રવાસીઓ દાનાપુર રેલવે ડિવિઝન, દિન દયાળ ઉપાધ્યાય રેલવે ડિવિઝનમાં 151, સોનપુર રેલવે ડિવિઝનમાં 56 અને સમસ્તીપુર રેલવે ડિવિઝન 53 પુરુષ પ્રવાસીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
આમાંથી મોટોભાગના પ્રવાસીઓએ કરેલી દલીલ મુજબ તે ચાલતી ટ્રેનમાં ચઢ્યા હવાના કારણે તેઓ ખોટા કોચમાં ચઢી ગયા હતા. તો અમુક લોકોએ કોચની બહાર મહિલા કોચ લખેલું બોર્ડ કે સાઇન ન વાંચ્યું હોવાની દલીલ કરી હતી. જોકે, તેમની કોઇપણ દલીલ માન્ય કરવામાં આવી નહોતી અને તેમને તાબામાં લેવામાં આવી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
Also Read –
Central railways પર સવારે સિગ્નલ ફેઈલ્યોરે તો સાંજે વરસાદે મુંબઈગરાને રડાવ્યા…
Senior Citizenએ આ રીતે કરાવી Indian Railwaysને રૂ.5000 કરોડથી વધુની આવક…, જાણો શું છે આખો મામલો…
Indian Railways: ટ્રેનમાં મુસાફરી કરતા લોકો જાણી લો તમારી સાથે આટલા કિલો સામાન જ લઈ શકો છો