નેશનલ

Haldwani Violence: હિંસાના મુખ્ય આરોપી અબ્દુલ મલિકને કોર્પોરેશને રૂ.2.44 કરોડની રિકવરી નોટિસ ફટકારી, જાણો કોણ છે અબ્દુલ મલિક?

હલ્દવાની: 8મી ફેબ્રુઆરીએ ઉત્તરાખંડના હલ્દવાનીમાં થયેલી હિંસાના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી કરી છે, કોર્પોરેશનને હિંસાના મુખ્ય આરોપી અબ્દુલ મલિક સામે સરકારી મિલકતોને નુકસાન કરવાના આરોપસર રિકવરી નોટિસ ફટકારી છે. આ રિકવરી નોટિસ કુલ રૂ. 2.44 કરોડની છે, નોટીસમાં ‘મલિક ગાર્ડન’માં અતિક્રમણ હટાવવા ગયેલી ટીમ પર મલિકના સમર્થકોએ હુમલો કર્યો હોવાનો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતોને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર આ ગાર્ડન પહેલા ખાલી જગ્યા હતી, અહીં કેટલાક વૃક્ષો હતા. ત્યાર બાદ મકાનો બાંધવામાં આવ્યા, ત્યાર બાદ જાણી જોઈને અતિક્રમણ કરવામાં આવ્યું હતું.

મહાનગર પાલિકાની આ નોટિસમાં 8 ફેબ્રુઆરીએ નોંધાયેલી એફઆઈઆરનો પણ ઉલ્લેખ છે જેમાં મલિકનું નામ સામેલ છે. કોર્પોરેશને કુલ 2.44 કરોડ રૂપિયાના નુકસાનની મિલકતનું પ્રાથમિક મૂલ્યાંકન કર્યું છે અને મલિકને તેની ચૂકવણી કરવા માટે 15 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. મલિકને આ રકમ હલ્દવાની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. નોટિસ અનુસાર, જો તે નિર્ધારિત સમયની અંદર આમ નહીં કરે તો આ રકમ તેની પાસેથી કાયદાકીય માધ્યમથી વસૂલવામાં આવશે.

હિંસાના મુખ્ય આરોપી મલિકે અઢળક સંપત્તિ એકઠી કરી છે. માલિક BSP તરફથી ટિકિટ મેળવીને વર્ષ 2004માં ફરીદાબાદથી લોકસભાની ચૂંટણી પણ લડી ચુક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નોમિનેશનના છેલ્લા દિવસે મલિકને ટિકિટ મળી હતી અને નોમિનેશન ફાઇલ કરતી વખતે તેમની સાથે 100 લોકોની ટીમ હતી. જોકે આ ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તે વર્ષે આ બેઠક પરથી કોંગ્રેસ જીતી હતી.

મલિક પર ગેરકાયદેસર નિર્માણનો આરોપ છે, જેને હટાવવાથી શહેરમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં છ લોકો માર્યા ગયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાં ઘણા પોલીસકર્મીઓ અને મીડિયાના લોકો સામેલ હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button