નેશનલ

Operation Blue Star anniversary: ગોલ્ડન ટેમ્પલમાં ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર, સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી

અમૃતસર: અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ(Amritsar Golden Temple)માં થેયલા ઓપરેશન બ્લુ સ્ટારની આજે ગુરુવારે 40મી વર્ષગાંઠ છે, આ દરમિયાન ગોલ્ડન ટેમ્પલમાં એક વિવાદાસ્પદ વિડીયો સામે આવ્યો છે, શીખ સમુદાયના કેટલાક સભ્યો દ્વારા મંદિરની ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર(Pro Khalistani slogans) કરવામાં આવ્યા હતા.

અહેવાલ મુજબ ગોલ્ડન ટેમ્પલમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ 1980ના દાયકામાં પંજાબમાં ખાલિસ્તાન તરફી ચળવળના આગેવાન રહેલા જરનૈલ સિંહ ભિંડરાવાલેના પોસ્ટરો પણ બતાવ્યા હતા. જૂન 1984માં ગોલ્ડન ટેમ્પલ કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીમાં તેને ઠાર કરવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ વિડિયોમાં સિમરનજીત સિંહ માન(Simranjit Singh Mann) પણ જોવા મળ્યા હતા, સિમરનજીત સિંહ માન એક દિવસ પહેલા વિસર્જીત થયેલી 17મી લોકસભામાં સંગરુરથી સંસદસભ્ય હતા, વિડીયોમાં લોકોમાં ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે.

સૈન્યને ઓપરેશન બ્લુ સ્ટાર હાથ ધરવાનો આદેશ આપનાર તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ઑક્ટોબર 31, 1984ના રોજ તમના બે શીખ અંગરક્ષકો બિઅંત સિંહ અને સતવંત સિંહએ ગોળી મારી હત્યા કરી હતી.

બિઅંત સિંહનો દીકરો સરબજીત અને કટ્ટરપંથી ખાલીસ્તાન અલગાવવાદી અમૃતપાલ સિંઘે લોકસભા ચૂંટણીમાં જીતી મેળવી છે, બંને 18મી લોકસભાના સભ્યો બનશે. સરબજીત સિંહ ખાલસાએ પંજાબની ફરીદકોટ બેઠક જીતી હતી, જ્યારે આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ અમૃતપાલે પંજાબની ખડૂર સાહિબ બેઠક પર જીત મેળવી છે.

એવામાં ગોલ્ડન ટેમ્પલમાં ખાલીસ્તાન તરફી નારા લાગવાએ દેશની સુરક્ષા માટે ખતરારૂપ માનવામાં આવે છે. દરમિયાન, એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, અમૃતસરમાં ખાસ કરીને સુવર્ણ મંદિરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો