છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહીઃ કુર્રગુટ્ટાલુ ઓપરેશનમાં 31 નકસલી ઠાર

બીજાપુર, છત્તીસગઢઃ ભારતમાંથી નક્સલવાદને સંપૂર્ણ રીતે નાબૂત કરવા માટે કાર્યવાહી કરી રહ્યું છે. છત્તીસગઢમાં નક્સલવાદીઓ વધારે હતાં, પરંતુ આમને ખતમ કરવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે.
નક્સલીઓ સામે અત્યારે છેલ્લા 21 દિવસથી ઓપરેશન બ્લેક ફોરેસ્ટ (Operation Black Forest) ચાલી રહ્યું છે. આ ઓપરેશન હેઠળ કુર્રાગુટ્ટુ હિલ્સમાં 31 નક્સલીઓને ઠાર માર્યા છે. આ ઓપરેશન દરમિયાન 4 જેટલી ફેક્ટરીઓની પણ માહિતી મળી, જ્યાં નક્સલીઓ હથિયાર બનાવતા હતા.
અહીંથી હથિયાર બનાવવાનો સમાન પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. આ ઓપરેશન બ્લેક ફોરેસ્ટ દરમિયાન 17 જેટલી એફઆઈઆર પણ નોંધવામાં આવી છે, જેમાં હવે કેન્દ્રીય સુરક્ષા એજન્સી તપાસ કરશે.
આપણ વાંચો: નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટર પછી પોલીસે શસ્ત્રોનો જથ્થો જપ્ત કર્યો…
જ્યાં પહેલા લાલ આતંકનું રાજ હતું, ત્યા આજે ત્રિરંગો લહેરા છેઃ અમિત શાહ
ઓપરેશન બ્લેક ફોરેસ્ટે અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ એક્સ પર પોસ્ટ કરીને વિગતો આપી છે. અમિત શાહે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, નક્સલ મુક્ત ભારતના સંકલ્પમાં ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરતા સુરક્ષા દળોએ નક્સલવાદ સામેના અત્યાર સુધીના સૌથી મોટા ઓપરેશનમાં છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કુર્રાગુટ્ટાલુ ટેકરી (KGH) પર 31 કુખ્યાત નક્સલીઓને ઠાર કર્યાં છે.
જે પહાડ પર પહેલા લાલ આતંકનું રાજ હતું, તે પહાડ પર આજે ત્રિરંગો ગર્વથી લહેરાઈ રહ્યો છે. કુર્રાગુટ્ટાલુ પહાડ PLGA બટાલિયન 1, DKSZC, TSC અને CRC જેવા મોટા નક્સલ સંગઠનોનું એકીકૃત મુખ્યાલય હતું, જ્યાં નક્સલ તાલીમની સાથે, વ્યૂહરચનાઓ અને શસ્ત્રો પણ બનાવવામાં આવતા હતા.’
આપણ વાંચો: ઝારખંડના બોકારોમાં સિક્યોરિટી ફોર્સીઝને મોટી સફળતા મળી, 6 નક્સલવાદીઓ ઠાર
આ વર્ષે કુલ 197 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યાં છે
આજે સીઆરપીએફના ડીજી અને છત્તીસગઢના ડીજીપીએ દેશના સૌથી મોટા નક્સલ ઓપરેશન અંગે વિગતો આપી હતી. સીઆરપીએફના ડીજી જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું કે, અમે આગામી વર્ષ 2026 સુધીમાં દેશને નક્સલ મુક્ત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
આ વર્ષે કુલ 197 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યાં છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ નક્સલવાદને નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આપણ વાંચો: સરકાર અને સેનાએ નક્સલીઓની કમર ભાંગી, 25 નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ…
2025માં કુલ 718 જેટલા નક્સવાદીઓએ આત્મસમર્પણ કર્યું
વધુમાં સીઆરપીએફના ડીજી જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહના જણાવ્યું પ્રમાણે, પહેલા દેશમાં 126 વિસ્તારો નક્સલવાદથી પ્રભાવિત હતા, પરંતુ હવે માત્ર 18 વિસ્તાર જ નક્લસથી પ્રભિવાત છે.
આંકડાની વાત કરવામાં આવે તો, 2025માં નક્સલવાદની 19 ઘટનાઓ બની હતી. એટલું જ નહીં પરંતુ આ વર્ષે 2025માં 718 જેટલા નક્સવાદીઓએ આત્મસમર્પણ પણ કર્યું છે.
છત્તીસગઢના અત્યાર સુધીના સૌથી દુર્ગમ વિસ્તારમાં આ નક્સલી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ માર્ચ 2026 સુધીમાં ભારતને સંપૂર્ણ રીતે નક્સલ મુક્ત બનાવી દેવામાં આવશે તેવી પણ વાત કરી હતી.