‘ઑપરેશન અખલ’માં ચિનાર કોર્પ્સના બે જવાન શહીદ, ત્રણ આતંકી ઠાર

શ્રીનગર: પહલગામ હુમલા બાદ ભારતીય સેનાએ આતંકીઓને માફ નહીં કરવાનું મૂડ બનાવી લીધું છે. ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને બરાબર પાઠ ભણાવ્યો છે.
તાજેતરમાં ઑપરેશન મહાદેવમાં પણ પહલગામ હુમલાના માસ્ટરમાઈન્ડને ભારતીય સેનાએ ઠાર કર્યો છે. જોકે, છેલ્લા નવ દિવસથી જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.
જેને ‘ઑપરેશન અખલ’ નામ આપવામાં આવ્યું છે. આ ઑપરેશનને લઈને એક સુખદ અને એક દુખદ એમ બે સમાચાર સામે આવ્યા છે.
આપણ વાંચો: ભારતીય સેનામાં અપાચે ફાઇટર હેલિકોપ્ટરનો સમાવેશ: દુશ્મનોનો કાળ બનશે…
ચિનાર કોર્પ્સના બે જવાન શહીદ
જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લાના અકાલ વન વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે છેલ્લા 9 દિવસથી ચાલી રહેલા સંઘર્ષને લઈને ભારતીય સેનાની ચિનાર કોર્પસ યુનિટ દ્વારા માહિતી આપવામાં આવી છે.
ચિનાર કોર્પસ યુનિટે એક્સ પર જણાવ્યું કે, “ચિનાર કોર્પ્સ રાષ્ટ્ર માટે ફરજ બજાવતા બહાદુર સૈનિકો, લેફ્ટનન્ટ નાર્ક પ્રિતપાલ સિંહ અને સિપાઈ હરમિંદર સિંહના સર્વોચ્ચ બલિદાનને સન્માન આપે છે. તેમની હિંમત અને સમર્પણ આપણને હંમેશા પ્રેરણા આપશે.”
આપણ વાંચો: મ્યાનમારમાં ભારતીય સેનાએ ડ્રોન હુમલો કર્યો? બળવાખોર જૂથના કમાન્ડર સહીત 19 માર્યા ગયા
ત્રણ આતંકી ઠાર, 1નો મૃતદેહ મળ્યો
આતંકવાદીઓ સામેના ‘ઑપરેશન અખલ’માં 3 આતંકવાદીઓને ઠાર કર્યાના અહેવાલ પણ સામે આવ્યા છે. પરંતુ સત્તાવાર રીતે ફક્ત એક આતંકવાદીનો મૃતદેહ મળ્યો છે. કુલગામમાં રાતોરાત થયેલા ગોળીબારમાં 4 સેનાના જવાનો ઘાયલ થયા છે. 2 સૈનિકો શહીદ થયા છે.
વર્ષનું સૌથી લાંબુ ઑપરેશન
ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લાના અખલ દેવસર વિસ્તારમાં 1 ઓગસ્ટ, 2025ના રોજ આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે શરૂ થયેલ સંઘર્ષ 9 ઓગસ્ટના રોજ નવમા દિવસે પણ યથાવત છે. ઑપરેશન અખલ’એ કાશ્મીર