કર્ણાટકમાં કન્નડ સિવાય અન્ય કોઈ ભાષા બોલવી જોઈએ નહીં, CMએ આપી ચેતવણી

બેંગલુરુ: કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે કર્ણાટકમાં રહેતા લોકોએ કન્નડ ભાષા જાણવી જ જોઈએ અને એ ભાષામાં જ બોલવાનું રાખવું જોઇએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કર્ણાટકની ભાષા અને સંસ્કૃતિના રક્ષણ માટે આ પગલું જરૂરી છે. સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે આપણી માતૃભાષા બોલવી એ ગર્વની વાત હોવી જોઈએ. આ સાથે જ તેમણે ભાષા, જમીન અને પાણીની સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ગુરુવારે વિધાન સૌધાના પરિસરમાં નાડા દેવી ભુવનેશ્વરીની 25 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાના નિર્માણ માટે ભૂમિપૂજન વિધિ કર્યા પછી CMએ કહ્યું હતું કે કન્નડ-કેન્દ્રિત વાતાવરણ બનાવવાની અને તેને પ્રોત્સાહન આપવાની જવાબદારી કન્નડ લોકોની છે.
“અહીંના લોકોએ એક વ્રત લેવું જોઈએ કે રાજ્યમાં કન્નડ સિવાય બીજી કોઈ ભાષા બોલાશે જ નહીં. કન્નડ લોકો ઉદાર છે. તેથી જ કર્ણાટકમાં એવું વાતાવરણ છે કે જ્યાં અન્ય ભાષાઓ બોલનારાઓ પણ કન્નડ શીખ્યા વિના જીવી શકે છે. પણ કર્ણાટકમાં આવી પરિસ્થિતિ જોવા મળતી નથી. તમિલનાડુ, આંધ્ર અને કેરળમાં તેઓ ફક્ત તેમની માતૃભાષામાં જ બોલે છે,” એમ કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું.
કન્નડ લોકોને તેમની માતૃભાષામાં બોલવા માટે આહવાન કરતાં સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે આના વિશે હલકી લાગણી કરવાની જરૂર નથી. “આપણે પણ આપણી માતૃભાષામાં બોલવું જોઈએ, જે આપણને ગર્વ કરાવે…”
કર્ણાટકમાં રહેતા લોકોને કન્નડ શીખવાનું કહેતાં સીએમએ કહ્યું કે, “કન્નડ વાતાવરણનું નિર્માણ કરવું એ આપણા બધાની ફરજ છે. તેના માટે અહીં રહેતા તમામ લોકોએ કન્નડ શીખવું જોઈએ. આપણે ધર્માંધ બનવાની જરૂર નથી, પણ આપણે કન્નડ ભાષા માટે પ્રેમ કેળવવો જોઈએ.
Also Read –