ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મુક્તા બિલને લોકસભામાં મંજુર કરાયું

નવી દિલ્હી : દેશમાં ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મુક્તા બિલને લોકસભામાં મંજુર કરવામાં આવ્યું છે. જેનો હેતુ ઓનલાઈન મની ગેમ્સ અને સટ્ટાબાજી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો છે.ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન બિલ, 2025, ઓનલાઈન મની ગેમ્સ સંબંધિત જાહેરાતો પર પ્રતિબંધ મૂકે છે. તેમજ બેંકો અને નાણાકીય સંસ્થાઓને આવી કોઈપણ ગેમ માટે ભંડોળની સુવિધા આપવા અથવા ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ મુકે છે. એક અંદાજ મુજબ દર વર્ષે 45 કરોડ લોકો ઓનલાઈન મની ગેમમાં સપડાઈને રૂપિયા 20,000 હજાર કરોડની રકમ ગુમાવે છે.
બિલને ધ્વનિમતથી પસાર કર્યું હતું
લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સંક્ષિપ્ત ટીપ્પણી બાદ બિલને ધ્વનિમતથી પસાર કર્યું હતું. બિલ પસાર થવા બાદ લોકસભાની કાર્યવાહી દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે વિપક્ષી સભ્યોને લોકસભામાં સર્વાનુમતે બિલ પસાર કરવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો: ઓનલાઈન મની ગેમના નિયમો તોડનારાઓને થશે આટલી સજા, બિલમાં અનેક જોગવાઈઓ
ગેમિંગ બિલના ત્રણ મહત્વના હિસ્સા
ઓનલાઈન ગેમિંગ બિલના ત્રણ મહત્વના હિસ્સા છે. જેમાં પ્રથમ ઈ સ્પોર્ટ્સ છે. જેના માધ્યમથી ઈ -સ્પોર્ટ્સને પ્રથમ વાર કાનૂની માન્યતા આપવામાં આવશે. જેમાં અત્યાર સુધી દેશમાં ઓનલાઈન સ્પોર્ટ્સ ગેમનો કોઈ કાયદેસર આધાર નથી.
આ ઉપરાંત બીજો હિસ્સો ઓનલાઈન સોશિયલ ગેમ્સનો છે. જેમાં સરકાર ઓનલાઈન ગેમ્સને કાયદેસરતા આપવાનો પ્રસ્તાવ મુક્યો છે. આ ગેમ્સ સામાન્ય લોકોને અભ્યાસ અને તાલીમ આપવાનું કામ કરશે.
ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ
જયારે આ પ્રસ્તાવનો ત્રીજો અને મહત્વનો હિસ્સો ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મુકવાનો છે. જેમાં આ ગેમને પ્રમોટ કરનારી અને અને ગેમિંગ સર્વિસ આપતી કંપનીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં ઓનલાઈન મની
ગેમ્સની જાહેરાત કરનારા અને ફંડ ટ્રાન્સફર કરનારાઓ પર સજાની જોગવાઈ છે .
આ પણ વાંચો: ઓનલાઈન ગેમિંગ ખેલ ખતરનાક
ઓનલાઈન મની ગેમિંગ સેવા આપનારને ત્રણ વર્ષની જેલની સજા
જેમાં સજાની જોગવાઈની વાત કરીએ તો, ઓનલાઈન મની ગેમિંગ સેવા આપનારને ત્રણ વર્ષની જેલની સજા અથવા 1 કરોડ રૂપિયા દંડ, જયારે ઓનલાઈન મની ગેમિંગ સેવાની જાહેરાત કરનારાને બે વર્ષ સુધી જેલની સજા અથવા 50 લાખ રૂપિયાની દંડની સજાની જોગવાઈ છે. તેમજ જો કોઈ વાંરવાર નિયમોનો ભંગ કરે તો સજા વધારીને પાંચ વર્ષ કરવાની જોગવાઈ છે. તેમજ દંડની રકમ પણ વધારવામાં આવી શકે છે.