રાષ્ટ્રપતિની મંજૂરી પછી ઓનલાઈન ગેમિંગ ‘કાયદો’ લાગુઃ જાણો નિયમોના ભંગ કરનારાનું શું થશે?

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વાર એક મહત્વનું બિલ સંસદમાં રજૂ કર્યું હતું. જેમાં સંસદમાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિ પાસે ગયું હતું. આજથી MPL, ડ્રીમ 11 અને Bingo જેવી મોટી એપ્સ પર હવે કાર્યવાહી થઈ શકે છે. સંસદ દ્વારા ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી મળ્યા બાદ હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા પણ આ બિલને મંજૂરી આપી દેવામા આવી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ બિલ કાયદો બન્યો છે. હવે સરકાર ઓનલાઈન મની ગેમ્સ પર કડક કાર્યવાહી શરૂ કરશે.
આ ઓનલાઈન ગેમ્સ પર હવે લાગી જશે પ્રતિબંધ
સરકારે રજૂ કરેલું બિલ હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદો બની ગયું છે. આ નવા કાયદા હેઠળ ડ્રીમ 11, MPL, Bingo, Rummy, MPL Ludo, Poker, Teen Patti વગેરે જેવી બધી ઓનલાઈન ગેમ્સમાં સટ્ટો રમવામાં આવ્યો હતો. તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ કાયદાનું ઉલ્લંઘન કરવા પર 3 વર્ષની જેલ અથવા 1 કરોડ રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે. આ કાયદાની દેશમાં ખૂબ જ જરૂર હતી.
આ પણ વાંચો: ઓનલાઈન ગેમિંગ બિલ કેમ લાવવામાં આવ્યું? કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કારણ
આ બિલ 21માં ઓગસ્ટે રાજ્યસભામાં પસાર કર્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભામાં 21માં ઓગસ્ટે આ બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું હતું. તે જ દિવસથી આ બિલને કાયદો માની લેવામાં આવ્યો હતો. પરંતુ સત્તાવાર અને બંધારણીય રીતે કાયદો ત્યારે જ બને જ્યારે પાસ થયેલા બિલ પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર કરીને મંજૂરી આપવામાં આવે. અત્યારે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે ઓનલાઈન ગેમિંગ બિલ કાયદો બન્યું છે, જેથી હવે આવી ગેમ ચલાવવી તેમાં રમવું કે પછી તેનું પ્રમોશન કરવું ગુનો બનશે. આ કાયદા માટે કેન્દ્ર સરકાર દ્વારા બજેટ પણ પાસ કરવામાં આવશે.
રમતગમત મંત્રાલય માર્ગદર્શિકા જારી કરશે
આ કાયદા મામલે સરકારે કહ્યું કે, ઓનલાઈન સટ્ટાબાજી અને રિયલ મની ગેમિંગ સિવાય કોઈ ઈ-સ્પોર્ટ્સ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. નવા કાયદા હેઠળ ઈ-સ્પોર્ટ્સને હવે સત્તાવાર રમતનો દરજ્જો મળશે. રમતગમત મંત્રાલય દ્વારા આ કાયદા માટે નિયમો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. ઈ-સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે તાલીમ એકેડેમી અને સંશોધન કેન્દ્રો સ્થાપવામાં આવશે. ઉપરાંત, તેને રાષ્ટ્રીય રમતગમત નીતિમાં સામેલ કરવામાં આવશે. પરંતુ સટ્ટાબાજી કરતી દરેક એપ્સ પર પ્રતિબંધ લાદી દેવામાં આવશે.