ઓનલાઈન સટ્ટાકાંડમાં EDની મોટી કાર્યવાહી: યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પા સહિત અનેક સેલેબ્સની સંપત્તિ જપ્ત

નવી દિલ્હી/મુંબઈઃ ઓનલાઈન સટ્ટાકાંડમાં કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આજે સૌથી મોટી કાર્યવાહી કરતા દિગ્ગજ ક્રિકેટર સહિત બોલીવુડના જાણીતા કલાકારોની સંપત્તિ જપ્ત કરી છે.
ઈડીની કાર્યવાહીનો સામનો કરનારા ખેલાડીમાં પૂર્વ ક્રિકેટરના નામનો સમાવેશ થાય છે, જેમાં યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પાની સાથે સાથે ઉવર્શી રોતૈલા, સોનુ સૂદ, મિમી ચક્રવર્તી, અંકુશ હજારા સહિત નેહા શર્માનો સમાવેશ થાય છે. અગાઉ ઈડીએ પૂછપરછ માટે તેમને બોલાવ્યા હતા, ત્યાર પછી હવે કેન્દ્રીય એજન્સીએ કાર્યવાહી કરી છે.
આપણ વાચો: યુપી સિરપ સિન્ડિકેટ પર EDની તવાઈ: અમદાવાદ સહિત 6 શહેરોમાં 25 સ્થળોએ દરોડા
ઈડીવતીથી યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાની સંપત્તિને જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં યુવરાજની 2.5 કરોડ તો ઉથપ્પાની 8.26 કરોડની સંપત્તિનો સમાવેશ થાય છે. મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે.
ઈડીએ આજની કાર્યવાહીમાં 7.93 કરોડ રુપિયાની સંપત્તિ એટેચ કરી છે, જ્યારે એના પૂર્વે ઈડીએ શિખર ધવનની 4.55 કરોડ તો સુરેશ રૈનાની 6.64 કરોડની સંપત્તિ એટેચ કરી હતી. હવે ઈડીએ 1x એપ બેટિંગ કેસમાં કુલ 19.7 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, જ્યારે આ કેસમાં હજુ પણ તપાસ ચાલુ છે.
અહીં એ જણાવવાનું કે ઈડી વતીની તપાસમાં અત્યાર સુધીમાં 1,000 કરોડ રુપિયાના મની લોન્ડરિંગનો કેસ છે. કેન્દ્રીય એજન્સીએ અગાઉના મહિના દરમિયાન ઓનલાઈન સટ્ટાકાંડ સાઈટ 1એક્સબેટના વિરુદ્ધ કેસમાં શિખર ધવન અને સુરેશ રૈનાની સંપત્તિને લઈ કાર્યવાહી કરી હતી.



