નેશનલ

પત્નીના ત્રાસથી પતિની આત્મહત્યાનો ફરી એક કિસ્સોઃ ઓડિશાના રેપરનો મૃતદેહ મળતા ચકચાર

નવી દિલ્હીઃ બેંગલુરુના ટેકનિશિયન અતુલ સુભાષે લાંબી સ્યૂસાઈડ નોટ લખ્યા બાદ આત્મહત્યા કરી હતી અને તેમાં પત્ની અને સાસરિયાના ત્રાસને જવાબદાર ઠેરવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશમાં પત્નીના શારીરિક કે માનસિક ત્રાસથી પીડાતા પુરુષોના મુદ્દાને ઉજાગર કર્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં પણ આવી જ ઘટના નોંધાઈ હતી. ત્યારે ફરી બેંગલુરુમાં બનેલી ઘટના પાછળ પણ પત્નીના ત્રાસની ફરિયાદ પ્રકાશમાં આવી છે. ઓડિશાના જાણીતા રેપ સિંગર અભિનવ સિંહ જે જગરનૉટના નામે જાણીતો છે તેનો મૃતદેહ તેના ફ્લેટમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. અભિનવ માત્ર 32 વર્ષનો હતો અને તે એનન્જિનિયર હતો અને સાથે રેપ સિંગિગ કરતો હતો અને ઘણા મોટા નામ સાથે તેણે કામ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

Also read: ત્રણ વખત મજૂરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ પણ રહ્યો નિષ્ફળ, જુઓ વાઈરલ તસવીરો…

તેના ફ્લેટમાંથી તેની કોહવાયેલી લાશ મળી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે. અભિનવે કોઈ ઝેરી પર્દાર્થ ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જણાઈ રહ્યું છે. અભિનવે આવું પગલું શા માટે ભર્યું તે અંગે સત્તાવાર માહિતી તો નથી, પરંતુ અભિનવના માતા-પિતાોન આક્ષેપ છે કે તેની પત્ની અને બીજા લોકોએ તેના પર કરેલા આક્ષેપો અને પોલીસ ફરિયાદથી તે ખૂબ જ દુઃખી હતો. તેની પત્ની તેને માનસિક ત્રાસ આપતી હતી અને તે કાનૂની ચક્કરમાં ફસાયો હતો. આ બધાથી તે તાણમાં રહેતો હતો અને તેથી તેણે આવું અંતિમ પગલું ભર્યુ હોવાનું તેમણે મીડિયાને જણાવ્યું છે.

પોલીસ વધુ તપાસ કરી રહી છે, આ રીતે પતિ પત્નીના કે પત્ની પતિના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરે તે સમાજ માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. રોજ આવી ઘટનાઓ બનતી રહે છે. છૂટાછેડાના કેસ પણ વધી રહ્યા છે. સામાજિક વ્યવસ્થા માટે આ લાલબત્તી સમાન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button