મહિલાઓ માટે સૌથી સલામત માનવામાં આવતા કોલકાત્તામાં ફરી ગેંગરેપ

કોલકાત્તાઃ દેશની રાજધાની દિલ્હી સહિત અમુક શહેરો મહિલાઓ માટે સલામત ન હોવાને લીધે બદનામ છે, પરંતુ પશ્ચિમ બંગાળનું કોલકાત્તામાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ વધી ગયા હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં ફરી એક 20 વર્ષીય યુવતી પર ગેંગરેપ થયો હોવાનું બહાર આવ્યું છે.
Kolkataના દક્ષિણ ભાગમાં આવેલી એક સોસાયટીમાં રહેતી 20 વર્ષીય યુવતીના જન્મદિવસે આ ઘટના ઘટી હતી. ચંદન મલિક અને દીપ નામના બન્ને બળાત્કારી હાલમાં ફરાર છે. પોલીસના કહેવા પ્રમાણે યુવતીને ચંદન સાથે પહેલા મુલાકાત થઈ હતી. અમુક મહિનાઓ પહેલા તે ચંદનના સંપર્કમાં આવી. ચંદન બહુ મોટી દુર્ગાપૂજા કમિટીનો સભ્ય હોવાનું તેણે કહ્યું હતું. ત્યારબાદ ચંદન દ્વારા તે દીપના સંપર્કમાં આવી. શુક્રવારે યુવતીનો જન્મદિવસ હતો. ચંદન તેનાં બર્થ ડે સેલિબ્રેશનના બહાના હેઠળ તેને દીપાન ઘરે લઈ ગયો હતો. ત્યાં તેઓએ સેલિબ્રેશન કર્યું અને સાથે જમ્યા. ત્યારબાદ યુવતીએ એ જ્યારે ઘરે જવાનું કહ્યું ત્યારે બન્ને યુવકો ન માન્યા. ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો અને યુવતીનો બળાત્કાર કર્યો. યુવતીને તેમણે બીજા દિવસે સવારે ઘરે જવા દીધી હતી.
સવારે ઘરે આવ્યા બાદ તેણે પરિવારને જાણ કરી હતી અને પરિવારે એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે અમે ફરાર થઈ ગયેલા બન્ને આરોપીને શોધી રહ્યા છે.
કોલકાત્તામાં સતત બને છે બળાત્કારની ઘટના
મહિલાઓમાં માટે ખૂબ જ સલામત અથવા તો દેશમાં સૌથી વધારે સલામત ગણાતા કોલકાત્તામાં વારંવાર આવી ઘટના બનતી રહે છે. નેશનલ ક્રાઈમ બ્યૂરોના રેકોર્ડમાં પણ કોલકાતામાં મહિલાઓ વિરુદ્ધ થઈ રહેલા ગુનાઓ વધી રહ્યા છે.
અગાઉ બનેલી ઘટનાની વાત કરીએ તો સાઉથ કોલકાત્તા લૉ કૉલેજમાં 25મી જૂને એક વિદ્યાર્થિની પર બળાત્કારની ઘટના બની હતી. TMCPના ભૂતપૂર્વ અધ્યક્ષ અને કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મોનોજીત મિશ્રા આ ઘટનાનો મુખ્ય આરોપી હતો.
તે પહેલા આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટરના બળાત્કાર અને હત્યા કેસએ આખા દેશમાં ઉહાપોહ જગાવ્યો હતો. આ રાજ્ય તૃણમુલ કૉંગ્રેસના મમતા બેનરજીના સૂકાનમાં ચાલતું હોવાથી વિરોધપક્ષ તરીકે ભાજપ મુદ્દાને રાજકીય રંગ આપે છે, તેવી ફરિયાદો પણ થાય છે.
જોકે દેશના તમામ શહેરો કે ગ્રામ્યવિસ્તારોમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓમાં, દુષ્કર્મોમાં વધારો થતો જોવા મળે છે. આથી આ કોઈ ખાસ શહેર કે રાજયની નહીં પણ બધા માટે ચિંતા કરવા જેવી ઘટના છે.
આ પણ વાંચો…સુરેન્દ્રનગરમાં પરણિતા પર ગેંગરેપ બાદ હત્યાઃ બસ સ્ટેન્ડ નજીકથી લાશ મળી આવતા ચકચાર