ફરી એક વખત માયાવતીએ કરી સ્પષ્ટતા, લોકસભાની ચૂંટણી તો…
લખનઊ: લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની આગેવાની હેઠળ I.N.D.I.A. ગઠબંધનનું ગઠન કર્યા પછી એક પછી એક પાર્ટી ગઠબંધનમાંથી હાથ ઊંચા કરી રહી છે ત્યારે મહાગઠબંધનની ચિંતા વધી છે, પરંતુ ઉત્તર પ્રદેશની જાણીતી પાર્ટી બસપાએ ફરી એક વખત આગામી લોકસભાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા છે.
બસપા (બહુજન સમાજવાદી પાર્ટી)નાં સુપ્રીમો માયાવતીએ આજે લોકસભાની ચૂંટણી પહેલા ગઠબંધન બનાવવાની અફવાઓને ફગાવી દીધી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે.
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ પણ બહુજન સમાજ પાર્ટી (બસપ)ના કાર્યકરોને આવી અફવાઓથી સાવધ રહેવા જણાવ્યું છે.
માયાવતીએ એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે બસપની વારંવારની ઘોષણા છતાં કે તે આગામી લોકસભા ચૂંટણી માટે કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે, ગઠબંધનની અફવાઓ દરરોજ ફેલાવવામાં આવી રહી છે. આ સાબિત કરે છે કે બસપ વિના, કેટલીક પાર્ટીઓ સારી રીતે ચાલશે નહીં.
તેથી, સમાજના હિત અને કલ્યાણને ધ્યાનમાં રાખીને, બસ્પનો નિર્ણય તેના લોકોની તાકાતથી લોકસભાની ચૂંટણી એકલા હાથે લડવાનો છે, તેવું માયાવતીએ કહ્યું હતું. બસપાએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને લડી હતી.