હૃષીકેશમાં મંચ પર PM મોદીએ ડમરું વગાડીને લોકોને કરી આ અપીલ
આતંકવાદ અને કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધીને કર્યા મોટા પ્રહાર…

હૃષીકેશઃ લોકસભાની ચૂંટણીને લઈ સત્તાધારી પાર્ટી ભાજપ (ભારતીય જનતા પાર્ટી) દ્વારા જોરશોરથી પ્રચાર કરી રહી છે, ત્યારે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડ (હૃષીકેશ) પહોંચ્યા (PM Narendra Modi election rally in Rishikesh) છે. દેવભૂમિ હૃષીકેશમાં જનસભામાં મંચ પર ડમરું વગાડીને ભીડમાં ઊર્જાનો સંચાર કર્યો હતો. એ વખતે મોદીએ કહ્યું હતું કે 19 એપ્રિલ યાદ રાખજો.
યોગનગરી હૃષીકેશમાં પીએમ મોદીએ જનતાને તમામ પાંચ સીટ પર પંચકમલને મત આપવાનું આહવાન કર્યું હતું. પીએ મોદીએ ગઢવાલી બોલીમાં જાહેર જનતાને પ્રણામ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે નબળી સરકારનો દુશ્મનોએ જોરદાર ફાયદો ઊઠાવ્યો હતો, પરંતુ આજે ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને મારે છે. કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા પીએમ મોદીએ પાકિસ્તાન અને આતંકવાદ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે દસ વર્ષના શાસન દરમિયાન આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારવામાં આવ્યા હતા.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ મુંબઈ જિલ્લામાં આટલી ઈન્ક બોટલની આવશ્યક્તા
રેલીમાં પીએમ મોદીએ પોતાની સરકારની દસ વર્ષની સિદ્ધિઓ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં 370 કલમને રદ કરવનો ઉલ્લેખ પણ કર્યો હતો. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં આજે તિરંગો સુરક્ષાની ગેરન્ટી બની ગયો છે. હૃષીકેશની રેલીમાં પીએમ મોદીએ સૌથી પહેલા કોંગ્રેસ પર હિંદુ ધર્મને બરબાદ કરવાના પ્રયાસનો આરોપ મૂકતા મોદીએ કહ્યું હતું કે એના માટે જનતા તેમને પાઠ ભણાવી રહી છે.
કોંગ્રેસને આજે કોઈ ભૂલી શકે એમ નથી, કારણ કે આ જ પાર્ટીએ ભગવાન રામના અસ્તિત્વ અંગે સવાલ કર્યા હતા. રામ મંદિરનો વિરોધ કર્યો હતો. એમાં જેટલા પ્રયાસ કરવાના હતા એટલા કર્યાં, જેમાં કોર્ટમાં પણ અવરોધો ઊભો કરવાના પ્રયાસો પણ કર્યા હતા. કોંગ્રેસ વિકાસ અને વિરાસતની વિરોધી પાર્ટી છે.
કોંગ્રેસ પાર્ટીની ટીકા કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર હતી, ત્યારે ગરીબો અને બેરોજગારના પૈસા મિડલ મેન ચાઉ કરી જતા હતા. હવે અમારી સરકાર સીધા બેંકમાં પૈસા પહોંચાડેછે. કોંગ્રેસ હોત તો બધા પૈસા લૂટી લીધા હોત. હવે એ બધું બંધ કરવામાં આવ્યું છે, તેથી તેમનો ગુસ્સો સાતમા આસમાને છે. હું જ્યારે કહું છું ભ્રષ્ટાચાર હટાવો તો કહે છે કે ભ્રષ્ટાચારી બચાવો. તેમણે જનતા પૂછતા કહ્યું હતું કે જો આ બધું હટાવવું હોય તો તમારા આશીર્વાદ મળશે ને. મારું ભારત જ મારો પરિવાર છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.