ટોપ ન્યૂઝનેશનલ

કાશ્મીરમાં સત્તાનો તાજ Omar Abdullahના શિરે: મુખ્ય પ્રધાનના નામ પર મહોર

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા માટે ચાલી રહેલી મત ગણતરીથી હવે અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ત્યારે હવે ઓમર અબ્દુલ્લાના હાથમાં સત્તાની દોર આવવાની છે. ઓમર અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન બનવાના છે. ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે ​​ નેશનલ કોન્ફરન્સ પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને વિધાનસભાની ચૂંટણીમાં સરકાર બનાવવા માટે તૈયાર છે.

એક દાયકા બાદ કાશ્મીરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધને ઘણી બેઠકો પર કબજો કર્યો છે. જ્યારે હવે જમ્મુ કાશ્મીરમાં મતગણતરી બાદ રાજકીય ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને મુખ્ય પ્રધાન પદ માટે ઓમર અબ્દુલ્લાના નામ પર મહોર લાગી ગઈ છે. પીઢ રાજકારણીઓ અને સમર્થકો ઓમર અબ્દુલ્લાને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કાશ્મીરમાં ગઠબંધન કુલ 90 માંથી 52 સીટો પર આગળ છે. ચૂંટણી પરિણામોના વલણને જોતાં વિધાનસભામાં સરકાર બનાવવા માટે ગઠબંધન પાસે પૂરતું સંખ્યા બળ રહેશે તેવું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જ્યારે બીજી તરફ ભાજપ 27 બેઠકો પર આગળ છે. મહેબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) માત્ર બે બેઠકો સાથે સમાપ્ત થઈ શકે છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button