ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ અને કાશ્મીરના સીએમ તરીકે Omar Abdullah oathએ શપથ લીધા, સુરેન્દ્ર ચૌધરી બન્યા નાયબ મુખ્યમંત્રી

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરમાં(Jammu Kashmir)10 વર્ષ પછી નવી સરકારની રચના થઈ અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે સુરેન્દ્ર ચૌધરી જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી બન્યા છે. આ સિવાય ચાર વધુ મંત્રીઓ પણ કેબિનેટમાં સામેલ થયા છે. જેમાં જાવેદ ડાર, સકીના ઇટ્ટુ, જાવેદ રાણા અને સતીશ શર્માનો સમાવેશ થાય છે.

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024માં સુરેન્દ્ર ચૌધરીએ નૌશેરા બેઠક પરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાને હરાવ્યા હતા. નૌશેરાના ધારાસભ્યને કેન્દ્રશાસિત પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

એનસી 42 બેઠકો મેળવીને સૌથી મોટી પાર્ટી બની

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024માં ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સને 42 સીટો પર મોટી જીત મળી છે. જ્યારે સહયોગી કોંગ્રેસને 6 બેઠકો મળી હતી. આવી સ્થિતિમાં એનસી-કોંગ્રેસ ગઠબંધનને 48 બેઠકો મળી અને ઓમર અબ્દુલ્લા સરકાર બનાવવામાં સફળ રહ્યા. જો કે કોંગ્રેસે કેબિનેટમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો હતો.

કોંગ્રેસને કેમ કેબિનેટમાં સામેલ ન કરવામાં આવી?

કોંગ્રેસના નેતાઓ ઓમર કેબિનેટમાં સામેલ ન થવા પાછળ બે કારણો આપવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા કોંગ્રેસ ઓમર સરકારમાં બે મંત્રી પદ ઇચ્છતી હતી. પરંતુ માત્ર એક જ પદ આપવામાં આવી રહ્યું હતું. તેથી દબાણ ઊભું કરવા કોંગ્રેસે બહારથી ટેકો લેવાનું નક્કી કર્યું. બીજું, કોંગ્રેસનું નેતૃત્વ એવું ઈચ્છતું નથી કે જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન છે અને માત્ર 6 બેઠકો જીતી છે. જો કે રાજકીય એકતાનો સંદેશ આપવા માટે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેએ ઓમર અબ્દુલ્લાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

કોંગ્રેસ પૂર્ણ રાજ્યનો દરજ્જો માંગી રહી છે

જમ્મુ-કાશ્મીરના પ્રદેશ પ્રમુખ તારિક હમીદ કારાએ પણ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “કોંગ્રેસે કેન્દ્ર પાસે જમ્મુ અને કાશ્મીર રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી છે. વડાપ્રધાને પણ જાહેર સભાઓમાં વારંવાર આ જ વચન આપ્યું હતું, પરંતુ જમ્મુ-કાશ્મીર રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો નથી. અમે નારાજ છીએ. અમે આ ક્ષણે મંત્રાલયમાં જોડાઈ રહ્યા નથી. તેમજ કોંગ્રેસ પાર્ટી રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા લડત ચાલુ રાખશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button