ઓમર અબ્દુલ્લાએ પીડીપી સાથે ગઢબંધનનો કર્યો ઈન્કાર, કોંગ્રેસને આપી શકે છે બે સીટ
નવી દિલ્હી: નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે લોકસભા ચૂંટણી માટે પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે ગઢબંધન કરવાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે તે પીડીપી સાથે સીટોની વહેંચણી અંગે સમજુતી કરશે નહીં. એક પ્રેસ કોન્ફ્રન્સને સંબોધતા ઓમર અબ્દુલ્લાએ આ વાત કહીં હતી. તેમણે વધુમાં કહ્યું કે જો તેમને પહેલા કહેવામાં આવ્યું હોત કે નેશનલ કોન્ફરન્સની સીટો ગુમાવીને તેમને સમજુતી કરવી પડશે તો તેમની પાર્ટી ક્યારેય ઈન્ડિયા એલાયન્સમાં સામેલ થઈ ન હોત. ઓમરે તેમ પણ કહ્યું કે જો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કહે છે તો કોંગ્રસ માટે બે સીટો છોડી દો તો તે પીડીપીના બદલે કોંગ્રેસ માટે બે સીટ છોડવાનું પસંદ કરશે. તેમણે દાવો કર્યો હતો કે રાજ્યમાં તેમની પાર્ટી બાદ બીજા ક્રમે જ્યારે પીડીપી ત્રીજા સ્થાને છે.
તેમણે પીડીપી પર આરોપ લગાવતા કહ્યું કે કાશ્મીરમાં ભાજપને સત્તામાં લાવવા અને જનાદેશને દગો આપ્યા બાદ પીડીપીની રાજ્યમાં કોઈ વિશ્વનિયતા બચી નથી. ઓમર અબ્દુલ્લા ફરી કહ્યું કે કાશ્મિર ખીણની ત્રણ લોકસભા સીટો પર નેશનલ કોન્ફ્રન્સ તેના ઉમેદવારો ઉભા રાખશે અને જીત પણ મેળવશે.
બિહારના સીએમ લાલુ પ્રસાદ યાદવના પીએમ મોદી પર પરિવારવાળા કટાક્ષ અંગે ઓમરે કહ્યું કે તે આવા વ્યક્તિગત નારાબાજીના પક્ષમાં નથી. તેનાથી કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી. પણ આપણને નુકસાન જ થાય છે. મતદાતા આ બધી બાબતોથી પ્રભાનિત નથી થતા. તેઓ જાણે છે કે તેમની સામે વર્તમાનમાં જો કોઈ સમસ્યા આવશે તો તેનું સમાધાન કેવી રીતે થશે… આપણે વાસ્તવમાં એવા નિવેદનો આપીને સેલ્ફ ગોલ કરીએ છીએ કે ગોલ કિપરને હટાવીએ જીએ, અને પીએમ મોદીને ગોલ કરવાની મંજુરી આપીએ છીએ..