ટોપ ન્યૂઝનેશનલ

ઔર લડો આપસ મેં: દિલ્હી ચૂંટણી પરિણામને લઈ Omar Abdullah એ કૉંગ્રેસ અને આપને ટોણો માર્યો

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામના વલણ પર જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાએ વ્યંગે કર્યો છે. તેમણે મહાભારત સાથે જોડાયેલા ડોયલોગનો મીમ્સ શેર કરીને લખ્યું, ઔર લડો આપસ મેં. દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ઉમર અબ્દુલ્લાએ ગઠબંધનમાં કૉંગ્રેસના રોલ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણી બાદ ગઠબંધનની મીટિંગ થઈ નહોતી. જો ગઠબંધન લોકસભા ચૂંટણી પૂરતું જ હતું તો તેની પણ સ્પષ્ટતા કરવી જોઈએ. તમામ સાથી પક્ષોએ તેમના મુજબ પ્લાનિંગ કરવું જોઈએ.

વિધાનસભા ચૂંટણી દરમિયાન ગઠબંધનના સાથી પક્ષ સમાજવાદી પાર્ટીએ આમ આદમી પાર્ટી માટે ખુલ્લેઆમ પ્રચાર કર્યો હતો. અખિલેશ યાદવે આપના સમર્થનમાં સભાઓ કરી હતી. ટીએમસીએ પણ સમર્થન આપવાની જાહેરાત કરી હતી પરંતુ ચૂંટણી પરિણામમાં તેની અસર નથી જોવા મળી રહી.

દિલ્હી વિધાનસભા ચૂંટણીની હાલ મતગણતરી ચાલી રહી છે. લેટેસ્ટ વલણ મુજબ, ભાજપ 43 અને કૉંગ્રેસ 27 સીટ પર આગળ છે. કૉંગ્રેસ ફરી ઝીરો પર આવી ગઈ છે. ભાજપે દિલ્હીમાં બહુમતનો આંકડો પાર કરી લીધો છે.

આ પણ વાંચો…યુપીએસઈના વિદ્યાર્થીઓ રહે છે રાજેન્દ્ર નગર અને જગ વિખ્યાત ચાંદની ચોકમાં કોણ આગળ

ચૂંટણી પંચ અનુસાર દિલ્હીમાં કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી હોવાનું અનુમાન લગાવાયું હતું. જોકે આમ આદમી પાર્ટીના કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button