નેશનલ

પ્રદેશને રાજ્યનો દરજ્જો અપાવવા ઓમર અબ્દુલ્લા કેબિનેટે ઠરાવ પસાર કર્યો, PDPએ ટીકા કરી

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી બાદ નેશનલ કોન્ફરન્સની સરકાર રચાઈ છે. ઓમર અબ્દુલ્લા કેન્દ્રસાશિત પ્રદેશઅના મુખ્ય પ્રધાન બનાયા છે, ગુરુવારે પ્રથમ કેબિનેટ બેઠકમાં સરકારે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા કેન્દ્રની NDA સરકારને વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો હતો. નેશનલ કોન્ફરન્સ દ્વારા ઠરાવનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા નવી દિલ્હી જશે અને ઠરાવનો ડ્રાફ્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સોંપશે. જો કે, પીપલ્સ કોન્ફરન્સના વડા સજ્જાદ લોને વિધાનસભાને બદલે કેબિનેટ દ્વારા રાજ્યના દરજ્જા માટે ઠરાવ પસાર કરવાના NC સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.

સજાદ લોનને એક્સ પર લખ્યું હતું કે, “કેબિનેટ જમ્મુ અને કાશ્મીરના લોકોની ઈચ્છા અને અભિપ્રાયોને પ્રતિબિંબિત કરતું નથી. મારી જાણકારી મુજબ, રાજ્યનો દરજ્જો અથવા કલમ 370 જેવા મુખ્ય મુદ્દાઓને ઉકેલવા માટે વિધાનસભા એ યોગ્ય સંસ્થા છે.”

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વિધાનસભ્ય વાહીદ પરાએ પણ કેબીનેટના નિર્ણયની ટીકા કરી હતી. તેમણે X પર લખ્યું કે, “ઓમર અબ્દુલ્લા સરકારનો રાજ્યનો દરજ્જા અંગેનો પ્રથમ ઠરાવ 5મી ઓગસ્ટ, 2019ના નિર્ણયને સુધારવા જેવો જ છે. કલમ 370 પર કોઈ ઠરાવ નથી કરવામાં આવ્યો અને માત્ર રાજ્યનો દરજ્જો આપવાની માંગએ યોગ્ય નથી, ખાસ કરીને કલમ 370 પુનઃસ્થાપિત કરવાના વચન પર મત માંગ્યા પછી. “

ગુરુવારે, જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગ કરતી અરજીનો તાકીદની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં સંમત થઈ હતી

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button