
નવી દિલ્હી: દેશમાં હવાઇ યાત્રા( Air Travel) કરનારા મુસાફરો માટે આંચકારુપ સમાચાર આવ્યા છે. જેમાં ઓઇલ કંપનીઓ દ્વારા વિમાનના ઈંધણમાં ભાવ વધારા બાદ હવે વિમાન કંપનીઓ ટિકિટના ભાવમાં વધારો કરી શકે છે. ઓઇલ કંપનીઓએ વિમાન ટર્બાઈન ફયુલ(ATF)ની કિંમત રૂપિયા 1,318 રૂપિયા પ્રતિ કિલોલીટરનો વધારો કર્યો છે.
આ પણ વાંચો : પાયલટને સલામઃ વાવાઝોડામાં હાલકડોલક પ્લેન ક્રેશ થતાં આ રીતે બચાવ્યું, વાયલર વીડિયો
જેમાં એક મહિના પૂર્વે પણ તેમાં પ્રતિ કિલોલીટર 2941.50 નો વધારો કર્યો હતો. જેના પગલે હવે દિલ્હીમાં વિમાનના ઈંધણની કિંમત 91,854. 84 રૂપિયા પ્રતિ કિલોલીટર, મુંબઈમાં 85,861.02 રૂપિયા પ્રતિ કિલોલીટર, ચેન્નાઈમાં 95,231. 49 રૂપિયા પ્રતિ કિલોલીટર છે. નવા સુધારેલો દર આજથી લાગુ કરવામાં આવ્યો છે. જેનાથી એરલાઇનને મોટો આંચકો લાગ્યો છે.
વિમાનની ટિકિટની કિંમતમાં આ રીતે થાય છે વધારો
વિમાન સંચાલનમાં ઇંધણની કિંમત એ એક મહત્વપૂર્ણ ઘટક છે. જે ફ્લાઇટ ચલાવવાનો બીજો સૌથી મોટો ખર્ચ છે. ઇંધણ ખર્ચ એરલાઇન્સના નફાના માર્જિનમાં ઘટાડો કરે છે અને ટિકિટના ખર્ચમાં વધારો કરે છે. સરકાર હસ્તકની ઓઈલ કંપનીઓ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ , ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દર મહિનાની 1લી તારીખે જેટ ઈંધણ અને રસોઈ ગેસના ભાવમાં ફેરફાર કરે છે. ઓઇલ કંપનીઓએ છેલ્લે નવેમ્બર 1 ના રોજ એટીએફના ભાવમાં વધારો કર્યો હતો. આ ફેરફાર આંતરરાષ્ટ્રીય કિંમતો અને રૂપિયા-ડોલરના વિનિમય દર પર આધારિત છે.
આ પણ વાંચો : Delhi Mumbai એકસપ્રેસ વે પર નિર્માણાધીન ટનલનો એક હિસ્સો તૂટયો, ચાર મજૂર ઘાયલ, એકનું મોત
કોમર્શિયલ એલપીજીના ભાવમાં પણ સતત પાંચમી વખત વધારો
હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ એલપીજીના ભાવમાં પણ સતત પાંચમી વખત વધારો કરવામાં આવ્યો છે. 19 કિલોના સિલિન્ડરની કિંમત હવે 16.5 રૂપિયા વધી છે અને તેની કિંમત દિલ્હીમાં 1818.50 રૂપિયા, મુંબઈમાં 1771 રૂપિયા, કોલકાતામાં 1,927 રૂપિયા અને ચેન્નાઈમાં 1,980 રૂપિયા થઈ છે.