નેશનલ

એસસી-એસટી એક્ટ મુજબ ત્યારે જ ગુનો બની શકે જ્યારે ટિપ્પણી કરનારને ખ્યાલ હોય કે વ્યક્તિ અનુસૂચિત જાતિનો છે : અલાહાબાદ કોર્ટ

પ્રયાગરાજ : અલાહાબાદ કોર્ટ દ્વારા અજાણતામાં બોલવામાં આવેલા જાતિસૂચક ટિપ્પણી પર એસસી-એસટી એક્ટને લઈને ચાલી રહેલા એક કેસને રદ્દ કરીને આ બાબતે મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. ન્યાયમૂર્તિ પ્રશાંત કુમારે દેહરાદુનના અલકા સેઠીની અરજીને રદ્દ કરીને એ આદેશ આપવામાં આવ્યો હતો કે આવો અપરાધ ત્યારે જ માનવામાં આવશે કે જ્યારે ટિપ્પણી કરનારને ખ્યાલ હોય કે તે જેના વિરુદ્ધ બોલી રહ્યો છે તે વ્યક્તિ અનુસૂચિત જાતિનો છે.

અલહાબાદ હાઇકોર્ટે કહ્યું છે કે અનુસુચિત જાતિના વ્યક્તિના વિરુદ્ધમાં અજાણતા જ કરવામાં આવેલી જાતિસૂચક ટિપ્પણીને એસસી-એસટી એકટની કલમ 3(2)(વી) મુજબ ગુનો બની શકે નહીં. આ બાબતને ત્યારે જ ગુનો માની શકાય કે જ્યારે ટિપ્પણી કરનારને ખ્યાલ હોય કે તે જેના વિરુદ્ધ અભદ્ર ભાષા બોલી રહ્યો છે તે વ્યક્તિ અનુસૂચિત જાતિનો છે. અલાહબાદ કોર્ટ દ્વારા અજાણતા બોલવામાં આવેલા જાતિસૂચક ટિપ્પણી પર એસસી-એસટી એક્ટને લઈને ચાલી રહેલા એક કેસને રદ્દ કરી દેવામાં આવ્યો છે. ન્યાયમૂર્તિ પ્રશાંત કુમારે દેહરાદુનના અલકા સેઠીની અરજીને રદ્દ કરીને એ આદેશ આપવામાં આવ્યો હતો.

બનાવ શું હતો ?
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જયારે 2023ના વર્ષે 18 ઓગષ્ટના રોજ સતપુરા ગામમાં અકાઉટન્ટ જમીનનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તેમાં લોકેશ મિતલે સહારનપૂરમાં જમીનનું વેચાણખત બનાવ્યું હતું, આ અરજી રદ્દ થાય બાદ સીમાંકનની માંગ કરી હતી, પરંતુ તેમાં વિલંબ થતો હતો. તો બીજી તરફ આ જમીન પર ભૂમાફિયા કબજે કરવાની તૈયારીમાં હતા. જેને લગતી એફઆઇઆર પણ નોંધાયેલી છે. નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટે બંને પક્ષની હાજરીમાં સીમાંકન કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ અધિકારી એકલો જ સીમાંકન કરતો હોવાથી આ વિવાદ સર્જાયો હતો. જેને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button